પૌષ્ટિક મોમસ્ | Healthy Momos

પાશ્ચાત્ય દેશોની વાનગીઓમાં મોમસ્ એક મહત્વની વાનગી રહી છે. તેમાં પસંદ કરેલી સામગ્રીનો ઉપયોગ કરવાથી તે તમને તૃપ્ત કરે એવા તૈયાર થાય છે. અહીં પણ પશ્ચિમના દેશમાં બનતા મોમસ્ જેવી જ તૈયાર કરવાની રીત રજુ કરી છે જેમાં પસંદ કરેલી સામગ્રી મેળવીને તમને સંતોષ મળે એવા મોમસ્ બને છે. આ પૌષ્ટિક મોમસ્ ના પડમાં સામાન્ય રીતે મેંદાનો ઉપયોગ થતો હોય છે, પણ અહીં અમે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે. તે ઉપરાંત તેમાં વપરાતા શાકભાજીના પૂરણને બહું તેલમાં પકાવવાના બદલે તેલ વગરના પૂરણમાં પ્રોટીનયુક્ત બીન સ્પ્રાઉટસ્ અને એન્ટીઓક્સિડંટ (antioxidant) બ્રોકલી મેળવવામાં આવ્યા છે. અહીં બતાવેલી રીતે દુનીયાના પ્રખ્યાત મોમસ્ તૈયાર કરો.

પૌષ્ટિક મોમસ્ - Healthy Momos recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૨મોમસ્ માટે
મને બતાવો મોમસ્

ઘટકો
૧/૨ કપ ઘઉંનો લોટ
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ કપ અર્ધબાફેલી અને બારીક સમારેલી બ્રોકલી
૧/૨ કપ સમારેલા બીન સ્પ્રાઉટસ્
૧/૨ ટીસ્પૂન આદૂની પેસ્ટ
૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
એક ચપટીભર સાકર
ઘઉંનો લોટ , વણવા માટે
કાર્યવાહી
  Method
 1. એક ઊંડા બાઉલમાં ઘઉંનો લોટ અને મીઠું મેળવી તેમાં જરૂરી પાણી સાથે નરમ કણિક તૈયાર કરો.
 2. બીજા એક બાઉલમાં બ્રોકલી, બીન સ્પ્રાઉટસ્, આદૂની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ, લસણ, સાકર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી પૂરણને બાજુ પર રાખો.
 3. કણિકના ૧૨ સરખા ભાગ પાડી લો.
 4. દરેક ભાગને ૭૫ મી. મી. (૩”) વ્યાસના ગોળાકારમાં સૂકા લોટની મદદથી વણીને ૧ ટેબલસ્પૂન જેટલું તૈયાર કરેલું પૂરણ તેની મધ્યમાં મૂકો.
 5. હવે તેને અર્ધગોળાકારમાં વાળીને તેની કીનારીને તમારા હાથ વડે થોડું પાણી લગાડીને હલકા હાથે બંધ કરી લો.
 6. હવે આ વાળેલા અર્ધગોળાકારના બન્ને તરફના ખૂણાને એકની ઉપર બીજાને મૂકી હાથ વડે દબાવીને બંધ કરી લો.
 7. રીત ક્રમાંક ૪ થી ૬ મુજબ બીજા ૧૧ મોમસ્ તૈયાર કરો.
 8. આ મોમસ્ ને બાફવાના વાસણમાં મૂકી ૧૦ મિનિટ સુધી બાફી લો.
 9. તરત જ પીરસો.

Reviews