પાઇનેપલ જામ ની રેસીપી | Pineapple Jam

એક બ્રેડ ખાવાથી જરૂર સંતોષ મળે પણ જો એ બ્રેડની ઉપર તાજું અને ઘરે તૈયાર કરેલું પાઇનેપલ જામ ચોપડવામાં આવ્યું હોય, ત્યારે જે સંતોષ મળે તે જરૂર આહલાદક જ હોય છે. અને, આમ પણ ઘરે જામ તૈયાર કરવામાં કંઇ વધુ સમય તો લાગતો જ નથી.

અહીં બહુ ટુંકા સમયમાં એટલે કે અડધા કલાકમાં બે કપ જેટલું પાઇનેપલ જામ તૈયાર કરવાની રીત રજૂ કરી છે. આ જામનો મજેદાર સ્વાદ માણવો હોય તો અનાનસને મિક્સરમાં સુંવાળું નહીં પણ કરકરું પીસી લેવું. એક વખત જામ તૈયાર થઇને ઠંડું થાય, ત્યારે તેને બરણીમાં ભરીને ફ્રીજમાં રાખી લો અને જ્યારે ખાવાની ઇચ્છા થાય ત્યારે મોજથી ખાઓ.

Pineapple Jam recipe In Gujarati

This recipe has been viewed 5597 times

Pineapple Jam - Read in English 


પાઇનેપલ જામ ની રેસીપી - Pineapple Jam recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૨ કપ (૨૮ ટેબલસ્પૂન) માટે
મને બતાવો કપ (૨૮ ટેબલસ્પૂન)

ઘટકો

પાઇનેપલ જામ ની રેસીપી બનાવવા માટે
૪ કપ અનાનસના ટુકડા
૧ કપ સાકર
૧ ટીસ્પૂન લીંબુનો રસ
કાર્યવાહી
    Method
  1. પાઇનેપલ જામ ની રેસીપી બનાવવા માટે, અનાનસના ટુકડા મિક્સરની જારમાં મૂકીને અર્ધકચરું મિશ્રણ તૈયાર કરી બાજુ પર રાખો.
  2. હવે એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં અનાનસનું મિશ્રણ અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧૫ મિનિટ સુધી અથવા મિશ્રણ થોડું ઘટ્ટ બને ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  3. ૩. તે પછી મિશ્રણને તાપ પરથી નીચે મૂકી સંપૂર્ણ ઠંડું થવા બાજુ પર રાખો.
  4. ૪. જ્યારે સંપૂર્ણ ઠંડું થાય, ત્યારે તેમાં લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  5. ૫. તે પછી તેને હવાબંધ બરણીમાં ભરી રેફ્રીજરેટરમાં રાખો અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.

Reviews