You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > ગુજરાતી દાલ, ગુજરાતી કઢી વાનગીઓ > મિક્સ શાક સાથે યોગર્ટની કઢી મિક્સ શાક સાથે યોગર્ટની કઢી | Vegetable and Yoghurt Kadhi તરલા દલાલ સામાન્ય કઢીનું આરોગ્યદાઇ રૂપાંતર જેમાં વિવિધ શાકભાજીનું સંયોજન છે. અહીં મેં હલકા અને સહેલાઇથી મળી રહેતા શાક અને દહીંનો ઉપયોગ કર્યો છે. તમે તેમાં અજમાએશ માટે બીજા કોઇપણ શાક જે હાથવગા હોય તેનો ઉમેરો પણ કરી શકો છો. ખાસ યાદ રાખવાનું કે પહેલાથી વલોવેલા દહીંનો ઉપયોગ ન કરવો, નહીં તો તે શાકમાં છુટી પડી જશે. Post A comment 27 Mar 2016 This recipe has been viewed 6110 times वेजिटेबल एन्ड योगहर्ट कढ़ी - हिन्दी में पढ़ें - Vegetable and Yoghurt Kadhi In Hindi Vegetable and Yoghurt Kadhi - Read in English મિક્સ શાક સાથે યોગર્ટની કઢી - Vegetable and Yoghurt Kadhi recipe in Gujarati Tags ગુજરાતી દાલ, ગુજરાતી કઢી વાનગીઓકરી રેસીપીસરળ કરી રેસીપીસરળ કરી રેસીપીલોકપ્રિય કઢી વાનગીઓ, સમગ્ર ભારતમાંથી કઢી ની રેસીપીભારતીય પાર્ટીના વ્યંજનનૉન-સ્ટીક પૅન તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૨ મિનિટ   કુલ સમય : ૨૭ મિનિટ    ૪માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૧ કપ સમારીને બાફી લીધેલા મિક્સ શાક (ગાજર , ફણસી , ફૂલકોબી , લીલા વટાણા વગેરે)૧ કપ તાજું દહીં૧ ૧/૨ ટેબલસ્પૂન ચણાનો લોટ૧/૨ ટેબલસ્પૂન ઘી૧/૨ ટીસ્પૂન રાઇ૧/૨ ટીસ્પૂન જીરૂ૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર૧/૪ ટીસ્પૂન હળદર૧/૪ ટીસ્પૂન ધાણા જીરા પાવડર મીઠું , સ્વાદાનુસારસજાવવા માટે૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર કાર્યવાહી Methodએક બાઉલમાં દહીં, ચણાનો લોટ અને ૧ ૧/૪ કપ પાણી મેળવી સારી રીતે જેરી લો જ્યાં સુધી તેમાં ગઠોડા ન રહે. તેને બાજુ પર રાખો.એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં રાઇ અને જીરૂ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં મરચાં પાવડર, હળદર અને ધાણા-જીરા પાવડર મેળવી મધ્યમ તાપ પર થોડી સેંકડ સાંતળી લો.તે પછી તેમાં દહીં-ચણાના લોટનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી, ધીમા તાપ પર ૭ થી ૮ મિનિટ સુધી રાંધો. તેમાં પ્રથમ ૩ થી ૪ મિનિટ સતત હલાવતા રહી રાંધી લો.છેલ્લે તેમાં મિક્સ શાક અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન