You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > રાજસ્થાની વ્યંજન > રાજસ્થાની પારંપારીક સંયોજીક વ્યંજન > પ્યાઝ કી કચોરી પ્યાઝ કી કચોરી | Pyaaz ki Kachori તરલા દલાલ આ પ્યાઝ કી કચોરી મૂળ તો જોધપુરમાંથી ઉત્પન થયેલી ગણી શકાય, પરંતુ આજકાલ તે પૂરા રાજસ્થાનમાં પ્રખ્યાત થઇ ગઇ છે. બહુ ઓછા લોકો આ તળેલી કાંદાના પૂરણવાળી કચોરી ઘરે બનાવે છે. રાજસ્થાનની નમકીનની કોઇપણ દુકાનમાં આ ગરમા-ગરમ કાંદાની કચોરી અથવા કાંદા-બટાટાની કચોરી તૈયાર મળતી જ હોય છે. બીજી કચોરીની જેમ આ કચોરી પણ મીઠી અને મસાલાવાળી આમલીની ચટણી સાથે સ્વાદિષ્ટ લાગે છે. આ કચોરી તમે વહેલી તૈયાર કરીને જ્યારે પીરસવાનો સમય થાય ત્યારે ઑવનમાં ફરીથી ગરમ કરી શકો. બપોરના નાસ્તા માટે આ કચોરી એક આદર્શ વાનગી ગણી શકાય. અને, તેને જ્યારે તમે વરસાદના દીવસોમાં બનાવીને પીરસસો ત્યારે તે વધુ આનંદદાઇ પૂરવાર લાગશે. Post A comment 05 Aug 2022 This recipe has been viewed 7021 times प्याज़ की कचौरी बनाने की विधि | अनियन कचौरी | जयपुर प्याज़ की कचौरी - हिन्दी में पढ़ें - Pyaaz ki Kachori In Hindi pyaz ki kachori recipe | onion kachori | Jaipur pyaz ki kachori | - Read in English પ્યાઝ કી કચોરી - Pyaaz ki Kachori recipe in Gujarati Tags રાજસ્થાની નાસ્તારાજસ્થાની પારંપારીક સંયોજીક વ્યંજનસાંજની ચહા સાથેના નાસ્તાકઢાઇ વેજનૉન-સ્ટીક પૅનકિટ્ટી પાર્ટી માટે નાસ્તાની રેસીપીચોમાસા માં બનતી નાસ્તાની રેસિપિ તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૩૭ મિનિટ   કુલ સમય : ૫૨ મિનિટ    ૧૨ કચોરી માટે મને બતાવો કચોરી ઘટકો પ્યાઝ કી કચોરી ના કણિક માટે૨ કપ મેંદો૧/૪ કપ પીગળાવેલું ઘી મીઠું, સ્વાદાનુસારપ્યાઝ કી કચોરી ના કાંદાના પૂરણ માટે૨ કપ ઝીણા સમારેલા કાંદા૨ ટેબલસ્પૂન તેલ૧ ટીસ્પૂન કંલોજી૨ ટીસ્પૂન વરિયાળી૨ તમાલપત્ર૧ ૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૨ ટેબલસ્પૂન ચણાનો લોટ૨ ટીસ્પૂન ધાણા પાવડર૨ ટીસ્પૂન મરચાં પાવડર૧ ટીસ્પૂન ગરમ મસાલો મીઠું, સ્વાદાનુસાર૩ ટેબલસ્પૂન સમારેલી કોથમીરબીજી જરૂરી વસ્તુઓ તેલ, તળવા માટે કાર્યવાહી પ્યાઝ કી કચોરી ના કણિક માટેપ્યાઝ કી કચોરી ના કણિક માટેએક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી મધ્યમ કઠણ કણિક બનાવી ૪ થી ૫ મિનિટ સુધી ગુંદી લો.આ કણિકને મલમલના કપડા વડે ઢાંકીને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.પ્યાઝ કી કચોરી ના કાંદાના પૂરણ માટેપ્યાઝ કી કચોરી ના કાંદાના પૂરણ માટેએક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં કંલોજી, વરિયાળી, તમાલપત્ર, લીલા મરચાં અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં ચણાનો લોટ, ધાણા પાવડર, મરચાં પાવડર, ગરમ મસાલો અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.હવે આ મિશ્રણને તાપ પરથી નીચે ઉતારી તેમાં કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી લો.આ મિશ્રણમાંથી તમાલપત્ર કાઢીને ફેંકી દો.તે પછી મિશ્રણના ૧૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતતૈયાર કરેલી કણિકના ૧૨ સરખા ભાગ પાડી લો.દરેક ભાગને ૭૫ મી. મી. (૩”)ના વ્યાસના ગોળાકારમાં વણી લો.તે પછી એક વણેલા ભાગ પર પૂરણને એક ભાગ તેની મધ્યમાં મૂકી દો.તે પછી તેની બધી બાજુઓ વાળીને સજ્જડ રીતે બંધ કરી લો અને જો ઉપર વધારાનો લોટ થાય તો તેને કાઢી લો.આમ પૂરણ ભરીને તૈયાર થયેલા ભાગને ફરીથી ૬૩ મી. મી. (૨ ૧/૨”)ના વ્યાસના ગોળાકારમાં વણી લો. પરંતુ ધ્યાન રાખશો કે પૂરણ બહાર ન આવે.રીત ક્રમાંક ૨ થી ૫ મુજબ બીજી ૧૧ કચોરી પણ તૈયાર કરી લો.હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી એક સાથે ૪ કચોરીને ધીમા તાપે ૧૦ મિનિટ સુધી હળવેથી ઉપર નીચે કરતા રહી તળી લીધા પછી બહાર કાઢીને ટીશ્યુ પેપર પર મૂકી બાજુ પર રાખો.રીત ક્રમાંક ૭ મુજબ બીજી 2 જૂથમાં ૮ કચોરી તળી લો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન