બનોફી પાઇ ની રેસીપી | Banoffee Pie, Bpa Free Banoffee Pie

બનોફી પાઇ નામ વાંચીને તમને જરૂર ખ્યાલ આવી જશે કે આ વાનગીમાં કેળા અને ટોફી જરૂર હશે. અહીં અમે તમારા માટે સ્વાદિષ્ટ બનોફી પાઇ ઝડપથી અને સરળ રીતે ઘેર જ તૈયાર કરવાની રીત રજૂ કરી છે.

મૂળ તો તેમાં બટરવાળા બિસ્કીટના ભુક્કાનું થર અને સ્લાઇસ કરેલા કેળા સાથે સ્વાદિષ્ટ અને દૂધવાળું કૅરમલ સૉસ છે, જે આ ડેઝર્ટને ટોફી જેવો સ્વાદ આપે છે. આ પાઇ ફીણેલા ક્રીમથી ભરપુર છે અને સાથે કૅરમલના તીવ્ર સ્વાદની સામે મજેદાર કેળાની સૌમ્યતા પણ ધરાવે છે. ઉપરથી ખમણેલી ચોકલેટની સજાવટ આ બનોફી પાઇને બધાની મનગમતી બનાવે છે.

તમે તમારા પ્રિયજન અને તમારી જાતને અન્ય કેળાના બીજા વ્યંજન સાથે પણ સારવાર કરી શકો છો જેમ કે કેળા અને અખરોટના મફિન અને કેળાનું પોંગલ.

Banoffee Pie, Bpa Free Banoffee Pie recipe In Gujarati

This recipe has been viewed 2956 times



બનોફી પાઇ ની રેસીપી - Banoffee Pie, Bpa Free Banoffee Pie recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

બનોફી પાઇના બિસ્કીટના થર બનાવવા માટે
૧ કપ અર્ધકચરેલા ડાઇજેસ્ટીવ બિસ્કીટસ્
૧/૨ કપ પીગળાવેલું માખણ

બનોફી પાઇના કૅરમલ સૉસ માટે
૧/૨ કપ માખણ
૧/૨ કપ બ્રાઉન શુગર
૧ કપ કન્ડેન્સ્ડ મીલ્ક

બનોફી પાઇ બનાવવા માટે બીજી જરૂરી વસ્તુઓ
૧ કપ સ્લાઇસ કરેલા કેળા
૧ કપ બીટન વ્હીપ્ડ ક્રીમ

બનોફી પાઇના સજાવવા માટે
૨ ટેબલસ્પૂન ખમણેલી ચોકલેટ
કાર્યવાહી
બનોફી પાઇના બિસ્કીટના થર બનાવવા માટે

    બનોફી પાઇના બિસ્કીટના થર બનાવવા માટે
  1. એક ઊંડા બાઉલમાં બિસ્કીટ અને પીગળાવેલું માખણ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  2. હવે આ મિશ્રણને ૭”ના નીચેથી ખુલ્લા એવા કેકના ટીનમાં સરખી રીતે પાથરી લો.
  3. તે પછી તેને રેફ્રીજરેટરમાં ૧૫ થી ૨૦ મિનિટ સુધી રાખી મૂકો.

બનોફી પાઇના કૅરમલ સૉસ માટે

    બનોફી પાઇના કૅરમલ સૉસ માટે
  1. એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં માખણ અને બ્રાઉન શુગર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૪ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  2. તે પછી તેમાં કન્ડેન્સ્ડ મીલ્ક મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  3. તે પછી તાપ બંધ કરી મિશ્રણને સંપૂર્ણ ઠંડું થવા બાજુ પર રાખો.

બનોફી પાઇની રેસીપી બનાવવા માટે આગળની રીત

    બનોફી પાઇની રેસીપી બનાવવા માટે આગળની રીત
  1. હવે બિસ્કીટના તૈયાર કરેલા થરની ઉપર ૧/૨ કપ સ્લાઇસ કરેલા કેળાને સરખી રીતે ગોઠવી દો.
  2. તે પછી તેની પર તૈયાર કરેલું કૅરમલ સૉસ સરખી રીતે રેડી બટર નાઇફ વડે સરખા પ્રમાણમાં પાથરી લો.
  3. તે પછી તેની પર ૧/૨ કપ વ્હીપ્ડ ક્રીમ રેડી સરખી રીતે પ્રમાણસર પાથરી લો.
  4. હવે તેની પર બાકી રહેલા ૧/૨ કપ કેળાની સ્લાઇસ સરખી રીતે ગોઠવી લો.
  5. તે પછી બાકી રહેલું ૧/૨ કપ વ્હીપ્ડ ક્રીમ તેની પર મૂકી ફરી બટર નાઇફ વડે સરખી રીતે પાથરી લો.
  6. આમ તૈયાર થયેલા કેકના ટીનને એક પ્લેટ પર મૂકી તેને રેફ્રીજરેટરમાં ૪૫ મિનિટ સુધી રાખી મૂકો.
  7. તે પછી તેને ટીનમાંથી છુંટુ પાડીને ખમણેલી ચોકલેટ વડે સજાવી લો.
  8. બનોફી પાઇના ૬ સરખા ભાગ પાડી ઠંડું પીરસો.

Reviews