ઇંડા રહિત રેડ વેલ્વેટ કેક આ ઇંડા વગરના રેડ વેલ્વેટ કેકનો રંગ, મજેદાર સ્વાદ અને તેનાથી વધુ તેનો આકર્ષક દેખાવ એવો છે કે તે પાર્ટીમાં દરેક લોકોનું મનપસંદ રહે છે. સારા પ્રમાણમાં કન્ડેન્સ્ડ મીલ્ક, દહીં અને માખણ મેળવીને બનતું આ કેક મોઢામાં મૂક્તાની સાથે પીગળી જાય એવું નરમ અને સ્વાદિષ્ટ બને છે અને તેની પર પાથરેલું ક્રીમ ચીઝ તેને વધ ....
ઈંડારહિત વેનીલા કેક (કન્ડેન્સ્ડ મીલ્ક વડે તૈયાર કરેલું) ની રેસીપી સામાન્ય રીતે જે લોકો શાકાહારી હોય છે તેઓ પેસ્ટ્રી, કેક અને વિલાયતી ડેઝર્ટની વાનગીઓની મજાનો આનંદ માણી શકતા નથી, કારણકે તેમાં ઈંડાનો ઉપયોગ થયો હોય છે. અમે અહીં ઈંડારહિત કેકની રજુઆત કરી છે જે તમને કેકની દુનિયાનો નવો અનુભવ કરાવશે.
એપલ સિનેમન મફિન આ એપલ સિનેમન મફિન એટલા સ્વાદિષ્ટ બને છે કે જેમને સફરજનનો સ્વાદ ભાવતો ન હોય તેઓ પણ આ મફિન ખાવા માટે જરૂરથી લલચાઇ જશે. સફરજનની સુગંધ અને તજની કોમળ સુવાસવાળા આ મફિન જ્યારે તમે બેક કરતા હશો ત્યારે જ તમારા ઘરમાં તેનો જાદુ પ્રસરી જશે. ખરેખર તો આ મફિન તમારા બાળકો અને તમે પોતે પણ જ્યારે આ મફિન બનાવતા હશ ....
ઓટ મીલ્ક વીથ હની ની રેસીપી જો તમને લેકટોઝની અસહિષ્ણુતા હોય તો આ સૌમ્ય ઓટ મીલ્ક વીથ હનીથી દીવસની શરૂઆત કરો. ઓટસ્ માંથી મેળવેલું દૂધ સંપૂર્ણપણે લેકટોઝની તકલીફ ધરાવનારા માટે અનુકૂળ જ હોય છે, ભલે તે સાદુ હોય કે પછી મધ મેળવેલું હોય. અહી અમે ઓટસ્ મીલ્કમા ....
ઓરીયો ચીઝ કેક કુકીઝ ની રેસીપી આ મધ્યમાં નરમ એવા કુકીઝ અદભૂત તો છે, ઉપરાંત દુનિયાની એક અજાયબી જેવા પણ છે. અમારી ખાત્રી છે કે તમને તે જરૂરથી ગમશે. આ ઓરીયો ચીઝ કેક કુકીઝનો સ્વાદ તમે આગળ ક્યારે પણ માણયો નહીં હોય એવો છે. આ કુકીઝ ફક્ત કરકરા જ નથી પણ એક અલગ બનાવટ ધરાવે છે કારણકે તે મધ્યમાં નરમ ચીઝકેક જેવા છે. આ કુકીઝની કણિક ક્રીમચી ....
ક્લાસિક ચોકલેટ ફોનદ્યૂ ની રેસીપી અતિ શ્રેષ્ટ, રેશમ જેવી મુલાયમતા ધરાવતું આ ક્લાસિક ચોકલેટ ક્લાસિક ચોકલેટ ફોનદ્યૂ ચોકલેટની સુવાસથી ભરેલું છે જે લગભગ દરેકને ગમી જાય એવું તૈયાર થાય છે. બહુ મીઠું નહીં કે પછી બહુ કડવું નહીં, એવું આ પીગળાવેલી ડાર્ક ચોકલેટ, મુલાયમ સૉસ અને ક્રીમ વડે તૈયાર થતું ક્લાસિક ચોકલેટ ફોનદ્યૂ જ્યારે તમે માર્શમેલ ....
કેળા અને અખરોટના મફિન મેંદો અસ્વસ્થ્યકારક ગણાય છે અને કાયમ બાળકોના ભોજનથી તેને દૂર રાખવાની સલાહ આપવામાં આવે છે. મેં આ વાનગીમાં ગુણકારી ઓટસ્, કેળા અને અખરોટનો ઉમેરો કરીને પ્રયોગાત્મક રીતે મફિનને પૌષ્ટિક બનાવ્યા છે.
કોફી વોલનટ કપકેક કોફીની કડવાશ અને અખરોટની કઠણાશનું સંયોજન એટલે આ ડેર્ઝટની મજાનો ભેદ, જેને સમજાય તેના માટે આ એક અનેરા આનંદની વાનગી ગણી શકાય. અખરોટ તેમાં જરૂરી કરકરાપણું આપે છે, જ્યારે કોફીનું મિશ્રણ મજેદાર ખુશ્બુ આપે છે. કોફીનું મિશ્રણ તૈયાર કરવા અહીં જણાવેલી રીતનો બરોબર અમલ કરવો, જેથી તમને તેની મજેદાર ખુશ્બુ મળી રહે ....
ઘઉંનો લોટ, ગાજર અને કિસમિસના મફિન્સ દેખાવમાં અતિ સુંદર, સ્વાદિષ્ટ આ મફિન્સમાં ગાજર તેને મજેદાર રંગની રોનક આપી અત્યંત આર્કષક બનાવે છે, જ્યારે તેમાં મેળવેલી કિસમિસ દરેક કોળિયે તમને રસદાર આનંદ આપે છે. ઘઉંનો લોટ અને ઘઉંનું થૂલું ઉમેરવાથી મફિન્સની રચના, તેની મજેદાર સુગંધ અને પૌષ્ટિક્તામાં વધારો થાય છે. અહીં ધ્યાન રાખવાનું છે કે મફિન્સમાં બ ....
ચોકલેટ આઇસક્રીમ તાજા ક્રીમ અને દૂધ વડે બનતી આ ચોકલેટ આઇસક્રીમ એવી મજેદાર તૈયાર થાય છે કે આવી સ્વાદિષ્ટ આઇસક્રીમની મજા તમે આગળ ક્યારે માણી નહીં હોય. આ આઇસક્રીમ એવી ઉત્તમ બને છે કે બજારમાં મળતી તૈયાર આઇસક્રીમની સરખામણીમાં સારી છે એવું તમે ચોક્કસ કહેશો. ડાર્ક ચોકલેટનો સ્વાદ જ એવો હોય છે કે જે લાંબો સમય યાદ રહે અને તેમ ....
ચોકલેટ કૂકીઝ તમે એવી કોઇ વ્યક્તિને જાણો છો જેને ચોકલેટ કૂકીઝ ન ભાવતી હોય? વારૂ, બહુ ઓછા લોકો એવા મળશે, છતાં પણ જ્યારે તમે આ ચોકલેટ કૂકીઝ બનાવશો ત્યારે તો તેઓ પણ તેને પ્રેમથી આરોગી જશે. દુનીયાભરમાં મળતી ચોકલેટ ચિપ્સ્ ઉમેરીને બનતી આ ચોકલેટ કૂકીઝ એવી મુલાયમ અને મજેદાર બને છે કે મોઢામાં મૂક્તાની સાથે પીગળવા માંડ ....
ચોકલેટ શિફોન પાય ની રેસીપી એક અલગ પ્રકારના પાયની વાનગી જેમાં નાળિયેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ચોકલેટ શિફોન પાયમાં ચોકલેટ મુસને નાળિયેરના અતિ પાતળા પડ પર મૂકવામાં આવે છે અને તે પછી તેને વ્હીપ્ડ ક્રીમ વડે સજાવવામાં આવે છે. જ્યારે તમે આ વાનગી માટે નાળિયેરનું ખમણ કાઢો, ત્યારે ખમણીમાં મધ્યમ ખમણવું ....
પાઇનેપલ સ્પોંન્જ કેક કૅન્ડ અનેનાસના ટુકડા વડે બનતું આ સ્પોંન્જ કેક સજાવીને ચહા સાથે પીરસવા માટે અથવા ઉપરથી આઇસક્રીમનું સ્કુપ મૂકીને ડેઝર્ટ તરીકે પીરસવા માટે અતિ ઉત્તમ છે. પાઇનેપલ સિરપ અને કન્ડેન્સ્ડ મીલ્ક ઉમેરવાથી આ પાઇનેપલ સ્પોંન્જ કેકને તેની મીઠાશ મળી રહે છે. તે એવું સ્વાદિષ્ટ અને રંગીન બને છે કે તમે સાદા સ્પોંન્જ કેક ....
બ્રેડ ઍન્ડ બટર પુડીંગ ની રેસીપી બ્રેડ ઍન્ડ બટર પુડીંગ એક અતિ પ્રખ્યાત બ્રીટીશ વાનગી છે જે બનાવવામાં અતિ સરળ છે. આજે પણ તે મુંબઇની ઇરાની હોટેલમાં મળતી વાનગીમાં વધુ ખપતી વાનગી રહી છે. કસ્ટર્ડ જેવું સૉસ તૈયાર કરી બ્રેડ પર રેડી, તેને કીસમીસ અને સૂકા મેવા વડે સજાવી લીધા પછી ઉપર થોડી બ્રાઉન શુગર અને માખણ છાંટી મસ્ત મજેદાર કરકરૂં કોટ ....