ક્લાસિક ચોકલેટ ફોનદ્યૂ ની રેસીપી | Classic Chocolate Fondue

અતિ શ્રેષ્ટ, રેશમ જેવી મુલાયમતા ધરાવતું આ ક્લાસિક ચોકલેટ ક્લાસિક ચોકલેટ ફોનદ્યૂ ચોકલેટની સુવાસથી ભરેલું છે જે લગભગ દરેકને ગમી જાય એવું તૈયાર થાય છે.

બહુ મીઠું નહીં કે પછી બહુ કડવું નહીં, એવું આ પીગળાવેલી ડાર્ક ચોકલેટ, મુલાયમ સૉસ અને ક્રીમ વડે તૈયાર થતું ક્લાસિક ચોકલેટ ફોનદ્યૂ જ્યારે તમે માર્શમેલોઝ, વેનીલા સ્પંજ કેકના ટુકડા કે પછી કોઇ ફળ સાથે આરોગશો ત્યારે જાણે તમે સાતમાં આસમાનમાં પહોંચી ગયા હો એવો અનુભવ થશે. ઘણા લોકો તેમાં મલાઇદાર મીલ્ક ચોકલેટ અને બ્રાન્ડી ઉમેરે છે, પણ યાદ રાખો કે આ સ્વાદ અમુક લોકોને નહીં પણ ગમે.

Classic Chocolate Fondue recipe In Gujarati

This recipe has been viewed 5270 times

क्लासिक चॉकलेट फोन्ड्यु - हिन्दी में पढ़ें - Classic Chocolate Fondue In Hindi 
Classic Chocolate Fondue - Read in English 


ક્લાસિક ચોકલેટ ફોનદ્યૂ ની રેસીપી - Classic Chocolate Fondue recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૨.૨૫ કપ માટે
મને બતાવો કપ

ઘટકો

ક્લાસિક ચોકલેટ ફોનદ્યૂ ની રેસીપી બનાવવા માટે
૧/૨ કપ સમારેલી ડાર્ક ચોકલેટ
૧ ટેબલસ્પૂન માખણ
૧ ટેબલસ્પૂન મેંદો
૧/૨ કપ દૂધ
૩ ટેબલસ્પૂન કોકો પાવડર
૧ કપ તાજું ક્રીમ
૩ ટેબલસ્પૂન સાકર
૧/૨ ટીસ્પૂન વેનીલા એસેન્સ

પીરસવા માટે
માર્શમેલોઝ
વેનીલા સ્પંજ કેકના ટુકડા
કાર્યવાહી
    Method
  1. ક્લાસિક ચોકલેટ ફોનદ્યૂ ની રેસીપી બનાવવા માટે, એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં મેંદો મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  2. તે પછી તેમાં દૂધ, ચોકલેટ, કોકો પાવડર, તાજું ક્રીમ, સાકર અને ૩/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  3. છેલ્લે તેમાં વેનીલા એસેન્સ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  4. માર્શમેલોઝ અને વેનીલા સ્પંજ કેકના ટુકડા સાથે તરત જ પીરસો.

Reviews