ચોખ્ખું અને સ્વાદીષ્ટ બદામનું દૂધ કેમ તૈયાર કરવું તેની રીત અહીં રજૂ કરી છે. બદામના શુધ્ધ દૂધમાં પ્રોટીન અને લોહ ભરપૂર માત્રામાં હોય છે, જે પહેલવાનો માટે ફાયદાકારક હોય છે. ઉપરાંત લેકટોઝ અસહિષ્ણુતા અનુભવતા હોય તે લોકો દૂધની અવેજીમાં આ બદામનું દૂધ માણી શકે છે.
આ બદામના દૂધમાં બદામને છોલવાની કે પલાળવાની જરૂરત નથી, છતાં તમને પલાળીને બદામનું દૂધ બનાવવું હોય તો તમે અમારી બીજી વાનગી એટલે કે પલાળેલા બદામથી બનતા બદામના દૂધની વાનગી અજમાવી શકો. મધુર સ્વાદ અને વધુમાં તેમાં મેળવેલું મધ તેને અતિ સ્વાદિષ્ટ બનાવે છે.
આવું દૂધ તમે વધુ માત્રામાં બનાવી હવાબંધ પાત્રમાં ભરી ફ્રીજમાં ૩ દીવસ સુધી રાખી શકો છો. આ બદામના દૂધનો ઉપયોગ કરીને તમે આવાકાડો બદામનું દૂધ – વેગન સ્મૂથી અને પૌષ્ટિક શીંગ અને બદામના દૂધનું ઓટમીલ જેવી વાનગીઓ બનાવી, તેને નાસ્તામાં માણી શકો છો.
બદામનું દૂધ ની રેસીપી - Almond Milk, Homemade Pure Almond Milk recipe in Gujarati
Method- મિક્સરની જારમાં બદામ અને ઠંડું પાણી મેળવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો. અહીં અમે તમને એક વાતની ભલામણ કરીએ છે કે આ વાનગી માટે ઉચ્ચ ગુણવત્તા ધરાવતું બુલટ બ્લેન્ડર અથવા વાઇટામિક્સનો જ ઉપયોગ કરવો. જો મિક્સરની ગુણવત્તા સારી ન હશે, તો દૂધ સુંવાળું નહીં બને તથા તેમાં બદામના નાના-નાના ટુકડા રહી જશે.

- અમારા હીસાબે ઉંચી ક્વાલિટીવાળું મિક્સર જે ગાજર, બદામ વગેરેનું રસ કાઢવા માટે વપરાય છે, તેવા મિક્સરનો જ ઉપયોગ કરવો જેથી ઓછી તકલીફે સહેલાઇથી મિશ્રણ તૈયાર કરી શકો.
- ઠંડું પીરસો.