You are here: Home > વિવિધ વ્યંજન > ચાયનીઝ વેજ વ્યંજન > ચાયનીઝ નૂડલ્સ્ > પૅન ફ્રાઇડ નૂડલ્સ્, ચાઇનીઝ વેજ પૅન ફ્રાઇડ હુકા નૂડલ્સ્ પૅન ફ્રાઇડ નૂડલ્સ્, ચાઇનીઝ વેજ પૅન ફ્રાઇડ હુકા નૂડલ્સ્ | Pan- Fried Noodles, Chinese Veg Pan- Fried Hakka Noodles તરલા દલાલ પૅન ફ્રાઇડ નૂડલ્સ્ શાંઘાઇની મનગમતી વાનગી છે. ચીનમાં પૅન ફ્રાઇડ નૂડલ્સ્ પ્રખ્યાત નાસ્તાની ડીશ ગણાય છે અને તેનો અદભૂત સ્વાદ દરેકને ગમે એવો હોય છે. રાંધેલા નૂડલ્સ્ ને કરકરા અને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે પૅન ફ્રાઈ કરી ઉપર ઘટ્ટ વેજીટેબલ સૉસ પાથરીને તેનો અદભૂત સ્વાદ તરત જ માણવાની મજા ઓર જ આવે છે. આ એક અત્યંત સ્વાદિષ્ટ વાનગી છે જે તમને જરૂર અજમાવા જેવી છે. એક સંતુષટ ભોજન ના અહેસાસ માટે, પૅન ફ્રાઇડ નૂડલ્સ્ સાથે મકાઇના રોલ અને કોઇ પણ મનપસંદ સૂપ પીરસો. Post A comment 15 Dec 2016 This recipe has been viewed 5262 times पैन फ्राइड नूडल्स रेसिपी | चाइनीज वेज पैन फ्राइड हक्का नूडल्स | वेजिटेबल पैन फ्राइड नूडल्स - हिन्दी में पढ़ें - Pan- Fried Noodles, Chinese Veg Pan- Fried Hakka Noodles In Hindi Pan- Fried Noodles, Chinese Veg Pan- Fried Hakka Noodles - Read in English Pan Fried Noodles video પૅન ફ્રાઇડ નૂડલ્સ્, ચાઇનીઝ વેજ પૅન ફ્રાઇડ હુકા નૂડલ્સ્ - Pan- Fried Noodles, Chinese Veg Pan- Fried Hakka Noodles recipe in Gujarati Tags કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓચાઇનીઝ નૂડલ્સચાયનીઝ મીની મીલઐડ્વૈન્સ રેસીપીચાઇનીઝ પાર્ટીઝટ-પટ નૂડલ્સ્ તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૫ મિનિટ   કુલ સમય : ૧૫ મિનિટ    ૬ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો નૂડલ્સ્ માટે૪ ટેબલસ્પૂન તેલ૨ કપ બાફેલા નૂડલ્સ્૨ ટેબલસ્પૂન કોર્નફ્લોરશાકભાજી માટે૧/૨ કપ સિમલા મરચાંના ટુકડા (લાલ અને પીળા)૧/૨ કપ હલકા ઉકાળેલા ગાજરના ટુકડા૧/૨ કપ હલકી ઉકાળેલી બ્રોકોલીના ફૂલ૧ ટેબલસ્પૂન કોર્નફ્લોર૨ ટેબલસ્પૂન તેલ૧ ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૧ ટીસ્પૂન સોયા સૉસ૧ ટેબલસ્પૂન ટમૅટો કેચપ મીઠું અને તાજું પીસેલું કાળા મરીનું પાવડર , સ્વાદાનુસાર કાર્યવાહી નૂડલ્સ્ માટેનૂડલ્સ્ માટેએક બાઉલમાં નૂડલ્સ્ અને કોર્નફ્લોર ભેગા કરી સારી રીતે મિક્સ કરી લો.એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં નૂડલ્સ્ સરખી રીતે પાથરી મધ્યમ તાપ પર તે નીચેથી બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.પછી તેને ઉલટાવીને તેની બીજી બાજુ બ્રાઉન થાય ત્યાં સુધી મધ્યમ તાપ પર રાંધી લો.શાકભાજી માટેશાકભાજી માટેએક બાઉલમાં કોર્નફ્લોર અને ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં લસણ અને લીલા મરચાં મેળવી ઉંચા તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.પછી તેમાં સિમલા મરચાં મેળવી ઉંચા તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં ગાજર, બ્રોકોલી, સોયા સૉસ, ટમૅટો કેચપ, મીઠું અને મરીનું પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.છેલ્લે તેમાં કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર ૧ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધીને બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતપીરસવાની ડીશમાં નૂડલ્સ્ ગોઠવી, તેની પર શાકભાજી સરખી રીતે પાથરી તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન