You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > જૈન વ્યંજન, જૈન પરંપરાગત વાનગીઓ > જૈન પર્યુષણ ના વ્યંજન > ઝટપટ પનીરની સબ્જી ઝટપટ પનીરની સબ્જી | Quick Paneer Sabzi તરલા દલાલ આ ઝટપટ પનીરની સબ્જી અનેક લોકોને પસંદ આવે એવી છે કારણકે તેમાં રૂચીદાયક સ્વાદ અને બનાવટનું સંયોજન છે. આ જૈન વાનગીમાં પનીર, સીમલા મરચાં અને ટમેટાનો સ્વાદ, સાદા પણ ખુશ્બુદાર મસાલા જેવા કે આખા ધાણા અને લાલ મરચાં દ્વારા વઘારવામાં આવ્યું છે. મોઢામાં પાણી છુટે એવી આ સબ્જી તો છે જ પણ સાથે તેમાં ખૂબ ઓછી સામગ્રીનો ઉપયોગ થયા હોવાથી તે ખૂબ સરળ અને ઝટપટ બને છે. તો આ મજેદાર ભાજી તમે ગમે તે દિવસે માણી શકો એવી છે. Post A comment 13 Jul 2024 This recipe has been viewed 12630 times झटपट पनीर सब्जी रेसिपी | जैन पनीर मसाला | झटपट पनीर की स्वादिष्ट सब्जी | पंजाबी सब्जी - हिन्दी में पढ़ें - Quick Paneer Sabzi In Hindi quick paneer sabzi recipe | paneer ki sukhi sabzi | 10 minute paneer sabji | simple Indian jain paneer sabzi | - Read in English Quick Paneer Subzi Video ઝટપટ પનીરની સબ્જી - Quick Paneer Sabzi recipe in Gujarati Tags જૈન સબ્જી વાનગીઓ, જૈન ગ્રેવી રેસિપિજૈન પર્યુષણ ના વ્યંજનઝટ-પટ શાકઅર્ધ સૂકા શાકપારંપારીક ભારતીય શાકજૈન શાક રેસીપીકરી રેસીપી તૈયારીનો સમય: ૧૨ મિનિટ   બનાવવાનો સમય: ૮ મિનિટ   કુલ સમય : ૨૦ મિનિટ    ૩માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૩ કપ પનીરના ટુકડા૩ લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા૧ ટેબલસ્પૂન આખા ધાણા૨ ટેબલસ્પૂન તેલ૧ ટીસ્પૂન જીરૂ૧ કપ સીમલા મરચાંની પટ્ટીઓ૧ ૧/૨ કપ સમારેલા ટમેટા મીઠું , સ્વાદાનુસાર કાર્યવાહી Methodએક નાના ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં લાલ મરચાં અને ધાણા નાંખી ધીમા તાપ પર ૧ મિનિટ સુધી સૂકા શેકી લીધા પછી ઠંડા થવા બાજુ પર રાખો.ઠંડા પાડ્યા પછી, તેને મિક્સરમાં ફેરવી ઝીણો પાવડર તૈયાર કરી બાજુ પર રાખો.એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં સીમલા મરચાંની પટ્ટીઓ મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં તૈયાર કરેલો પાવડર, ટમેટા, મીઠું અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.છેલ્લે તેમાં પનીર મેળવી સારી રીતે હલાવી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.ગરમ ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન