મસાલાવાળી મગફળીમાં ભીંડા | Bhindi in Peanut Masala

ભીંડાની આ વાનગીમાં શેકીને અર્ધકચરેલી મગફળી ઉમેરવાથી ભીંડાને એક નવું રૂપ મળે છે અને સ્વાદના રસિયા માટે મજેદાર વાનગી તૈયાર થાય છે.

તે ઉપરાંત મગફળી આ ભાજીને કરકરી બનાવીને એક અનોખો સ્વાદ આપે છે જે યુવાનો અને વૃધ્ધો બન્નેને સમાન રીતે ગમશે. આ મસાલાવાળી મગફળીમાં ભીંડાની ભાજીમાં આમચૂરનો ઉમેરો તેને થોડી ખટ્ટાશ આપીને તેના સ્વાદમાં વધારો કરે છે.

આ શાક જ્યારે રોટી , દાળ અને ભાત સાથે પીરસવામાં આવે છે ત્યારે તે એક સંતુષ્ટ જમણનો અહેસાસ આપે છે.

Bhindi in Peanut Masala recipe In Gujarati

મસાલાવાળી મગફળીમાં ભીંડા - Bhindi in Peanut Masala recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૨ કપ સ્લાઇસ કરેલા ભીંડા , ત્રાંસા સમારેલા
૨ ટેબલસ્પૂન તેલ
એક ચપટીભર હીંગ
મીઠું , સ્વાદાનુસાર

મિક્સ કરીને મસાલાવાળી મગફળીના મિશ્રણ માટે
૧/૨ કપ શેકીને અર્ધકચરી કરેલી મગફળી
૧/૪ કપ ખમણેલું નાળિયેર
૧/૨ કપ ઝીણી સમારેલી કોથમીર
૧ ૧/૨ ટીસ્પૂન આમચૂર
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૨ ટીસ્પૂન ધાણા-જીરા પાવડર
૧/૨ ટીસ્પૂન હળદર
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં હીંગ મેળવી ધીમા તાપ પર ૧૫ સેકંડ સુધી સાંતળી લો.
  2. પછી તેમાં ભીંડા મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી અથવા ભીંડા નરમ બને ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  3. તે પછી તેમાં તૈયાર કરેલો મગફળીનો મસાલો અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. ગરમ ગરમ પીરસો.

Reviews

મસાલાવાળી મગફળીમાં ભીંડા
 on 03 Aug 17 05:43 PM
5

good recipes