પાલક ઢોસા રેસીપી | પાલક ડોસા | સગર્ભાવસ્થા અને બાળકો માટે પાલક ઢોસા | Spinach Dosa

પાલક ઢોસા રેસીપી | પાલક ડોસા | સગર્ભાવસ્થા અને બાળકો માટે પાલક ઢોસા | spinach dosa recipe in gujarati | with amazing images.

પાલક ઢોસા એ એક અનોખો નાસ્તો છે જે એક દિવસમાં તમારી શાકભાજીની જરૂરિયાતો પૂરી કરે છે. સગર્ભાવસ્થા અને બાળકો માટે પાલક ડોસા બનાવવાની રીત જાણો.

પાલક ઢોસા રેસીપી વ્યાજબી રીતે ઝડપી અને સરળ છે કારણ કે તેમાં ફક્ત તૈયાર લોટનો ઉપયોગ કર્યો છે, અને તેને આથો લાવવાની પણ જરૂર નથી. તેથી, જે માતાઓ એસિડિટીથી પીડાય છે તેઓ આ પાલકના ડોસાને આરોગ્યપ્રદ નાસ્તા તરીકે માણી શકે છે.

હૃદયરોગના દર્દીઓ, વરિષ્ઠ નાગરિકો, કેન્સરના દર્દીઓ અને પી. સી. ઓ. એસ ધરાવતા લોકો પણ તેમના આહારમાં આ પાલક ઢોસાનો સમાવેશ કરી શકે છે. જે બાળકોને ભૂખ લાગે છે તેમને તળેલી ચિપ્સને બદલે આ પૌષ્ટિક નાસ્તો પણ આપી શકાય છે.

પાલક ઢોસા માટેની ટિપ્સ. ૧. બધી ગંદકી દૂર કરવા માટે પાલકને સારી રીતે ધોઈ લો. ૨. લગભગ ૨ ૧/૨ કપ સમારેલી પાલકને હલ્કી ઉકાળો, તેને ગાળી લો અને પછી તેને મિક્સરમાં પીસીને ૧/૨ કપ પાલકની પ્યુરી મળે છે. ૩. ઢોસાનું ખીરૂ રેડવાની સુસંગતતાનું હોવું જોઈએ. ૪. આ સોફ્ટ ઢોસા છે અને તેથી બંને બાજુ રાંધવું ખૂબ જ જરૂરી છે.

Spinach Dosa recipe In Gujarati

પાલક ઢોસા રેસીપી - Spinach Dosa recipe in Gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૨ કલાક   બનાવવાનો સમય:    કુલ સમય :     ૮ ઢોસા માટે
મને બતાવો ઢોસા

ઘટકો

પાલક ઢોસા માટે
૧/૨ કપ પાલકની પ્યુરી , ઉપયોગી ટીપ્સ વાંચો
૧/૪ કપ અડદની દાળ
૧/૨ ટીસ્પૂન મેથીના દાણા
૧ કપ ઘઉંનો લોટ
મીઠું , સ્વાદાનુસાર
૨ ટીસ્પૂન તેલ , રાંધવા માટે

પીરસવા માટે
સાંભર
નાળિયેરની ચટણી
કાર્યવાહી
પાલક ઢોસા માટે

    પાલક ઢોસા માટે
  1. પાલક ઢોસા બનાવવા માટે, અડદની દાળ અને મેથીના દાણાને એક ઊંડા બાઉલમાં પૂરતા પાણી સાથે ૨ કલાક પલાળી રાખો. તેને સારી રીતે ગાળી લો.
  2. ૧/૨ કપ પાણીનો ઉપયોગ કરીને સ્મૂધ થાય ત્યાં સુધી મિક્સરમાં પીસી લો.
  3. અડદની દાળ-મેથીના મિશ્રણને એક ઊંડા બાઉલમાં નાખો, તેમાં પાલકની પ્યુરી, ઘઉંનો લોટ, મીઠું અને લગભગ 1 કપ પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  4. એક નોન-સ્ટીક તવો ગરમ કરો, તેના પર થોડું પાણી છાંટો અને તેને મલમલના કપડાથી હળવા હાથે લૂછી લો.
  5. હવે તેની પર એક કડછી ભરીને ખીરૂ રેડી, ખીરાને ગોળાકારમાં ફેરવી ૧૭૫ મી. મી. (૭”)ના વ્યાસનો ગોળ પાતળો ઢોસો તૈયાર કરો.
  6. તેની ઉપર અને કિનારીઓ પર ¼ ટીસ્પૂન તેલ નાંખો અને મધ્યમ તાપ પર ઢોસો બંને બાજુથી આછા બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી રાંધી લો.
  7. રીત ક્રમાંક ૪ થી ૬ મુજબ વધુ ૭ ઢોસા તૈયાર કરો.
  8. પાલક ઢોસાને સાંભર અને નારિયેળની ચટણી સાથે તરત જ પીરસો.

ઉપયોગી ટીપ્સ

    ઉપયોગી ટીપ્સ
  1. લગભગ ૨ ૧/૨ કપ સમારેલી પાલકને હલ્કી ઉકાળો, તેને ગાળી લો અને પછી તેને મિક્સરમાં પીસીને ૧/૨ કપ પાલકની પ્યુરી મળે છે.

Reviews