મકાઇ મેથીનો પુલાવ | Corn Methi Pulao

મકાઇની મીઠાશ અને મેથીની કડવાસ આ પુલાવમાં એક બીજા સાથે સારી રીતે પૂરક પૂરવાર થાય છે. સાદા મસાલાનો ઉપયોગ કરીને આ મકાઇ મેથીના પુલાવને કુકરમાં એકદમ ઝટપટ તૈયાર કરી શકાય છે.

Corn Methi Pulao recipe In Gujarati

This recipe has been viewed 2613 times

कोर्न मेथी पुलाव - हिन्दी में पढ़ें - Corn Methi Pulao In Hindi 
Corn Methi Pulao - Read in English 


મકાઇ મેથીનો પુલાવ - Corn Methi Pulao recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧/૨ કપ મીઠી મકાઇના દાણા
૩/૪ કપ સમારેલી મેથીની ભાજી
૧ કપ બાસમતી ચોખા , ધોઇને નીતારી લીધેલા
૧ ટેબલસ્પૂન માખણ
૧ ટેબલસ્પૂન તેલ
૨ to ૪ કાળા મરી
૧૨ મિલીમીટર (૧/૨”) નો તજનો ટુકડો
લવિંગ
એલચી
૧/૨ કપ સ્લાઇસ કરેલા કાંદા
મીઠું , સ્વાદાનુસાર
૧/૪ ટીસ્પૂન હળદર
૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં

પીરસવા માટે
તાજું દહીં
કાર્યવાહી
    Method
  1. એક પ્રેશર કુકરમાં માખણ અને તેલ ગરમ કરી તેમાં મરી, તજ, લવિંગ અને એલચી મેળવી મધ્યમ તાપ પર ૧/૨ મિનિટ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં કાંદા નાંખી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો
  3. પછી તેમાં મેથીની ભાજી અને મકાઇના દાણા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં ચોખા અને ૨ કપ ગરમ પાણી, મીઠું, હળદર અને લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.
  5. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
  6. તાજા દહીં સાથે ગરમ ગરમ પીરસો.

Reviews