પાલક ( Spinach )
પાલક એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી
Viewed 10219 times
પાલક એટલે શું?
પાલકના ફાયદા, આરોગ્ય લાભો (benefits of spinach, palak in Gujarati)
પાલક આયર્નનો શ્રેષ્ઠ સ્રોત છે અને તે દરેકના તંદુરસ્ત આહારનો એક ભાગ હોવો જોઈએ. કાચી પાલક 25% સાલ્યુબલ ફાઇબર અને 75% ઇન્સાલ્યુબલ ફાઇબરથી સમૃદ્ધ હોય છે. પાલક તંદુરસ્ત હૃદય, ડાયાબિટીસ અને આંખો માટે સારું છે. પાલકના 17 ફાયદા વાંચો અને જાણો શા માટે તમારે તેને ખાવું જોઈએ.
ગ્લાયસીમિક ઈન્ડેક્સ ના પાલક ,Palak
પાલક નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ 15 હોય છે, જે ઓછું ગણાય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ (જી. આઇ.) એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલીકાર્બોહાઈડ્રેટ ચુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને કેટલી ઝડપથી વધારે છે તેનું ક્રમાંક હોય છે. ૦ થી ૫૦ ની નીચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સધરાવતી સામગ્રીની ગણત્રી ઓછા જી. આઇ. માં થાય છે, ૫૧ થી ૬૯ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી મધ્યમ જી. આઇ. માંથાય છે
અને ૭૦ થી ૧૦૦ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઉચ્ચ જી. આઇ. માં થાય છે. ઉચ્ચ જી. આઇ. ધરાવતી સામગ્રીડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત નથી ગણાતી. પાલક જેવી સામગ્રીનું જી. આઇ. ઓછું હોય છે અને તેથી તે તમારા રક્તમાં શર્કરાનાસ્તરને ઝડપથી વધારતું નથી અને શરીરમાં ધીમે-ધીમે શોષાય છે. આવી બધી સામગ્રી વજન ઘટાડવા માટે ઉપયુક્ત ગણાય છે.
હલકી ઉકાળીને સમારેલી પાલક (blanched and chopped spinach)
હલકી ઉકાળેલી પાલક (blanched spinach)
સમારેલી પાલક (chopped spinach)