કાચા કેળાના કોફ્તા | Kachhe Kele Ke Kofte

મોગલ લોકો દરેક સામગ્રીનો પોતાની રસોઇમાં વ્યવસ્થિત રીતે ઉપયોગ કરતાં હતા અને તે પણ અસામાન્ય રીતે. આ વાનગીમાં પણ નામ પ્રમાણે કાચા કેળાના કોફ્તા પણ ફળનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવ્યા છે. કાચા કેળામાં થોડા મસાલા ભેગા કરી, તળીને અદભૂત સ્વાદિષ્ટ કોફ્તા તૈયાર કરવામાં આવ્યા છે. આ કોફ્તાનો સ્વાદ મીઠી મધવાળી અસામાન્ય ગ્રેવીમાં રંધાઇને જ્યારે પીરસો તો દરેકને ભાવશે એની ખાત્રી છે.

Kachhe Kele Ke Kofte recipe In Gujarati

કાચા કેળાના કોફ્તા - Kachhe Kele Ke Kofte recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ કપ બાફી છોલીને છૂંદેલા કાચા કેળા
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૪ ટીસ્પૂન તાજો પાવડર કરેલા કાળા મરી
૨ ટેબલસ્પૂન કોર્નફ્લોર
મીઠું , સ્વાદાનુસાર
તેલ , તળવા માટે

કરી માટે
૩ ટેબલસ્પૂન ઘી
એલચી
લવિંગ
૨૫ મિલીમીટર તજનો ટુકડો
૧ ટીસ્પૂન મરચાં પાવડર
મીઠું , સ્વાદાનુસાર
૧ કપ ટમેટાનું પલ્પ
૬ ટેબલસ્પૂન તાજું ક્રીમ
૪ ટીસ્પૂન દૂધ
એક ચપટીભર સાકર
૨ ટીસ્પૂન મધ

સજાવવા માટે
૨ ટીસ્પૂન તાજું ક્રીમ
કાર્યવાહી
કોફ્તા માટે

    કોફ્તા માટે
  1. એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
  2. આ મિશ્રણના ૧૨ સરખા ભાગ પાડી, દરેક ભાગને ગોળાકારમાં વાળીને કોફ્તા તૈયાર કરી લો.
  3. એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં કોફ્તા નાંખી તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તે પછી તેને નીતારીને ટીશ્યુ પેપર પર કાઢીને બાજુ પર રાખો.

કરી માટે

    કરી માટે
  1. એક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં એલચી, લવિંગ અને તજ મેળવો.
  2. જ્યારે તે તતડવા માંડે, ત્યારે તેમાં કાંદાની પ્યુરી મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા કાંદાની પ્યુરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં મરચાં પાવડર અને મીઠું મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી રાંધી લો.
  4. તે પછી તેમાં ટમેટાનું પલ્પ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી રાંધી લો.
  5. તે પછી તેમાં ક્રીમ અને દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
  6. હવે તેને તાપ પરથી નીચે ઉતારી, તેમાં સાકર અને મધ મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. બધા કોફ્તાને એક પીરસવાની ડીશમાં ગોઠવી, તેની પર તૈયાર કરેલી ગ્રેવી રેડીને ક્રીમ વડે સજાવીને તરત જ પીરસો.

Reviews