સુગર સીરપ, સાકરની ચાસણી ની રેસીપી | Sugar Syrup, How To Make Sugar Syrup for Drinks and Desserts

સાકરની ચાસણી તૈયાર કરવાની રીત તો તમે જ્યારે રસોઇઘરમાં વાનગી બનાવતા શીખવાની શરૂઆત કરો ત્યારે જ શીખવી જરૂરી છે - ખાસ તો ત્યારે જ્યારે તમને કોઇ મીઠાઇ, સાકરવાળા પીણા અથવા ડેઝર્ટ બનાવવાની રૂચિ હોય તો.

સાદી સાકરની સીરપ કોઇ પણ પીણામાં કે ડેઝર્ટમાં તો ઉપયોગી થાય છે અને તેને તમે સામાન્ય તાપમાન પર રાખી શકો છો અથવા તો ફ્રીજમાં હવાબંધ ડબ્બામાં લગભગ ૨૦ દીવસ સુધી રાખી શકો છો.

મોકટેઇલ કે પછી કોઇ ડેઝર્ટમાં મીઠાશ લાવવા તમે તેનો હાથવગો ઉપયોગ કરી શકશો.

Sugar Syrup, How To Make Sugar Syrup for Drinks and Desserts recipe In Gujarati

સુગર સીરપ, સાકરની ચાસણી ની રેસીપી - Sugar Syrup, How To Make Sugar Syrup for Drinks and Desserts recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૨ કપ (૨૮ ટેબલસ્પૂન) માટે
મને બતાવો કપ (૨૮ ટેબલસ્પૂન)

ઘટકો

સુગર સીરપ ની રેસીપી બનાવવા માટે
૨ કપ સાકર
૧ કપ પાણી
કાર્યવાહી
    Method
  1. સુગર સીરપ ની રેસીપી બનાવવા માટે
  2. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં સાકર અને પાણી મેળવી સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૬ થી ૭ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  3. તે પછી તેને ગરણીથી ગાળી લો.
  4. સંપૂર્ણ ઠંડું પાડી હવાબંધ ડબ્બામાં ભરી લો અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.

Reviews