વારકી પરોઠા | Varkey Paratha ( Roti and Subzis)

Varkey Paratha ( Roti and Subzis) recipe In Gujarati

This recipe has been viewed 2133 times

वारकी पराठा - हिन्दी में पढ़ें - Varkey Paratha ( Roti and Subzis) In Hindi 


આ વારકી પરોઠા પોતાની રીતે અનોખી વાનગી છે જે તમે ક્યારે સાંભળી અથવા અજમાવી નહીં હોય, પણ અહીં તમને આ તક મળે છે આ વિશિષ્ટ કારીગરી વાળી વાનગી બનાવવાની. ઘઉંની રોટીમાં ચોખાના લોટની પેસ્ટ ચોપડી, તેના પડ બનાવી વણીને ઘી વડે કરકરી રાંધવામાં આવી છે. ઠંડીના દિવસોમાં ઉપયુક્ત આ પરોઠા તમને પ્રખ્યાત ઉટી વારકેની યાદ જરૂર કરાવશે.

વારકી પરોઠા - Varkey Paratha ( Roti and Subzis) recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૦પરોઠા માટે

ઘટકો
૧ ૧/૨ કપ મેંદો
૧ ૧/૨ કપ ઘઉંનો લોટ
૧/૪ કપ ચોખાનો લોટ
૪ ટેબલસ્પૂન ઘી
૧/૨ કપ દૂધ
મીઠું , સ્વાદાનુસાર
મેંદો , વણવા માટે
ઘી , રાંધવા માટે
કાર્યવાહી
  Method
 1. એક બાઉલમાં ચોખાનો લોટ અને ઘી મેળવી સારી રીતે મિક્સ કરી સુંવાળી પેસ્ટ બનાવી બાજુ પર રાખો.
 2. બીજા એક બાઉલમાં મેંદો, ઘઉંનો લોટ, દૂધ અને મીઠું મેળવી જરૂરી પાણી સાથે ગુંદીને સુંવાળી કણિક તૈયાર કરો.
 3. આ કણિકના ૧૦ સરખા ભાગ પાડી દરેક ભાગને ૨૫૦ મી. મી. (૧૦”)ના ગોળાકારમાં થોડા મેંદાના લોટની મદદથી વણી લો.
 4. એક સીધી સપાટી પર એક રોટી મૂકી તેની પર તૈયાર કરેલી ચોખાના લોટની પેસ્ટ પાથરો.
 5. તે પછી તેની ઉપર બીજી એક રોટી મૂકો. આ રીતે બધી ૧૦ રોટી એકની પર એક મૂકી વચ્ચે ચોખાના લોટની પેસ્ટ લગાડતા રહેવું. ધ્યાન રાખો કે છેલ્લી ઉપરની રોટી પર પણ ચોખાના લોટની પેસ્ટ પાથરવી.
 6. પછી તેને એક ખૂણેથી બીજા ખૂણા સુધી સખત રીતે રોલ કરી લો અને તેના ૧૦ સરખા ભાગ પાડી લો.
 7. આમ તૈયાર થયેલો એક ભાગ તમારી હથેળીમાં દબાવીને ફરી ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં મેંદાના લોટની મદદથી વણી લો.
 8. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેના પર એક પરોઠો મૂકી થોડા ઘીની મદદથી પરોઠાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
 9. રીત ક્રમાંક ૭ અને ૮ પ્રમાણે બીજા ૯ પણ પરોઠા તૈયાર કરી લો.
 10. તરત જ પીરસો.

Reviews