ખસ્તા રોટી | Khasta Roti

આ રોટીમાં એક પારંપારિક સ્વાદ અને સુગંધ ઉપરાંત તેમાં એવો જોમ અને ઉત્સાહ પેદા કરવાની શક્તિ છે જે તમારા ડાઇનિંગ રૂમમાં એક બાદશાહી વાતાવરણ ઉભું કરશે.

આ ખસ્તા રોટી આપણને આપણી દાદીમાંની યાદ જરૂરથી અપાવશે, કારણકે તેઓ કેટલા ધીરજ અને પ્રેમથી આપણા માટે રસોઇ કરતાં અને ત્યારનું જીવન કેટલું તણાવમુક્ત હતું.

અહીં અમને એ ખબર નથી કે આ રોટીનું કરકરૂપણું કે પછી ઘીનો સ્વાદ તેને જાદુઇ બનાવે છે, પણ જે કંઇ છે, એક વખત તો આ રોટી જરૂર અજમાવવા જેવી છે. આ રોટી બનાવવામાં સહેલી છે એટલે અમને ખાત્રી છે કે તમે તેને વારંવાર બનાવશો.

આ રોટી કોઇ પણ મનપસંદ શાક અથવા દાળ સાથે પીરસવામાં આવે છે ત્યારે તે એક સંતુષ્ટ જમણનો અહેસાસ આપે છે.

Khasta Roti recipe In Gujarati

This recipe has been viewed 9292 times

Khasta Roti - Read in English 


ખસ્તા રોટી - Khasta Roti recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬ રોટી માટે
મને બતાવો રોટી

ઘટકો
૩/૪ કપ ઘઉંનો લોટ
૧/૪ કપ રવો
૨ ટેબલસ્પૂન પીગળાવેલું ઘી
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. એક વાસણમાં બધી વસ્તુઓ ભેગી કરી હાથની આંગળીઓ વડે મિક્સ કરો જેથી કરકરૂ મિશ્રણ બને.
  2. પછી તેમાં જરૂરી પાણી મેળવી બહુ નરમ નહીં બહુ કઠણ નહીં એવી કણિક તૈયાર કરો, પણ એટલું ધ્યાન રાખવું કે કણિકને બહુ ગુંદવી નહીં, આમ કરવાથી તેનું કરકરૂપણું ઓછું થઇ જશે.
  3. આ કણિકને ઢાંકણ વડે ઢાંકીને ૧૦ થી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
  4. તે પછી કણિકના ૬ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૦૦ મી. મી. (૪”)ના ગોળાકારમાં સૂકા લોટનો ઉપયોગ કર્યા વગર વણી લો.
  5. એક નૉન-સ્ટીક તવાને ઉંચા તાપ પર ગરમ કરી તેની પર આ રોટી વ્યવસ્થિત રીતે મૂકો.
  6. જ્યારે રોટીની ઉપરની બાજુ શેકાઇ ને તેની પર નાના એવા ફોલ્લા દેખાવા માંડે, તે પછી તેને પલટાવીને તેની બીજી બાજુને થોડી સેકંડ સુધી શેકી લો.
  7. તે પછી રોટીને સીધા તાપ પર ફૂલાવીને બન્ને બાજુએ બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી શેકી લો.
  8. આ જ પ્રમાણે બાકીની ૫ રોટી પણ તૈયાર કરી શેકી લો.
  9. તમારી મનપસંદ સબ્જી સાથે તરત જ પીરસો.

Reviews