You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મનગમતી રેસીપી > મનગમતી ભાત / ખીચડી રેસીપી > હોલસમ ખીચડી હોલસમ ખીચડી | Wholesome Khichdi તરલા દલાલ ખીચડી એક અતિ પ્રખ્યાત ઘર ઘરમાં બનતી ચોખાની વાનગી છે જેનો દુનીયાભરના બધા ભારતીઓ આનંદ માણતા હોય છે. આમ જોવા જઇએ તો ખીચડીના ખૂબ બધા અલગ અલગ પ્રકાર અને વિવિધ નામ પણ હોય છે અને તે ઉપરાંત ચોખા અને મગની દાળના સંયોજન વડે બનાવવાની રીત પણ અલગ અલગ હોય છે, પણ અંતમાં તો આ એવી વાનગી ગણી શકાય કે જે દરેક ઉમરલાયક લોકોને માફકરૂપ બને છે. આમ તો ખીચડી એક એવી પ્રભાવસાળી વાનગી છે જે સવારના કે રાતના જમણમાં પીરસી શકાય અને જેનું જોડાણ વિવિધ વાનગી સાથે કરી શકાય. અહીં એક સુગંધી અને સંતોષકારક હોલસમ ખીચડી રજૂ કરવામાં આવી છે જેમાં વિવિધ પ્રકારના શાક અને મસાલાનું સંયોજન છે. Post A comment 15 Mar 2018 This recipe has been viewed 5113 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD होलसम खिचड़ी - हिन्दी में पढ़ें - Wholesome Khichdi In Hindi Wholesome Khichdi - Read in English હોલસમ ખીચડી - Wholesome Khichdi recipe in Gujarati Tags કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓહેલ્ધી ઈન્ડિયન રેસીપીમનગમતી રેસીપીએક રાતનું સંપૂર્ણ ભોજનખીચડી રેસિપીનું કલેક્શન | વેજ ખીચડીપ્રેશર કૂકરમાં બનતિ રેસિપિપ્રેશર કૂકરમાં બનતા ભાતની રેસિપિ તૈયારીનો સમય: ૧૦ મિનિટ   પલાળવાનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૪૦ મિનિટ    ૪ માત્રા માટે ઘટકો ૧/૪ કપ ચોખા૩/૪ કપ પીળી મગની દાળ૧ કપ ખમણેલી દૂધી૧ કપ ખમણેલા ગાજર૧/૨ ટેબલસ્પૂન ઘી૧ ટીસ્પૂન જીરૂએક ચપટીભર હીંગ૬ મરી૧ તમાલપત્ર૪ લવિંગ૧/૨ ટીસ્પૂન હળદર મીઠું , સ્વાદાનુસારપીરસવા માટે તાજું દહીં કાર્યવાહી Methodચોખા અને પીળી મગની દાળ સાફ કરી, ધોઇને ૧૫ મિનિટ સુધી જરૂરી પાણીમાં પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.એક પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ, કાળા મરી, તમાલપત્ર અને લવિંગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.પછી તેમાં દૂધી અને ગાજર મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં પીળી મગની દાળ, ચોખા, હળદર, મીઠું અને ૩ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.આ ખીચડીને હલકા હાથે જેરી લો અને તાજા દહીં સાથે તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/wholesome-khichdi-gujarati-39568rહોલસમ ખીચડીMadhuri shah on 28 Aug 17 01:14 PM5Easy and Quick PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન