ઉન્નિયપ્પમ | ઉન્ની અપ્પમ | મીની મીઠી અપ્પમ | કેળાના અપ્પમ - Unni Appam, Mini Sweet Appam

Unni Appam, Mini Sweet Appam recipe In Gujarati

This recipe has been viewed 216 times

उन्नी अप्पम - हिन्दी में पढ़ें - Unni Appam, Mini Sweet Appam In Hindi 
Unni Appam, Mini Sweet Appam - Read in English 


ઉન્નિયપ્પમ | ઉન્ની અપ્પમ | મીની મીઠી અપ્પમ | કેળાના અપ્પમ | unni appam, mini sweet appam in gujarati | with 24 amazing images.

દક્ષિણ ભારતીય ઉન્નિયપ્પમ, ચોખા, કેળા, નાળિયેર, તલ, ઇલાયચી પાવડર અને પીગળેલા ગોળથી બનેલો એક નાનો ગોળ સ્વીટ નાસ્તો છે!

ઉન્નિયપ્પમ પરંપરાગત રીતે ઘઉંના લોટ અથવા ઘઉં અને ચોખાના મિશ્રણનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, અહીં ફક્ત કાચા ચોખાનો ઉપયોગ કરીને થોડો ફેરફાર કરીને બનાવ્યા છે.

ઉન્નિયપ્પમ | ઉન્ની અપ્પમ | મીની મીઠી અપ્પમ | કેળાના અપ્પમ - Unni Appam, Mini Sweet Appam recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૪ ઉન્નિયપ્પમ માટે
મને બતાવો ઉન્નિયપ્પમ

ઘટકો

ઉન્ની અપ્પમ માટે
૧/૨ કપ કાચા ચોખા , પલાળીને ધોઈ નાખો
૧/૨ કપ ખમણેલો ગોળ
૧/૪ કપ સમારેલા કેળા
૧ ટીસ્પૂન ઘી
૧/૨ કપ સમારેલુ તાજું નાળિયેર
૧/૨ ટીસ્પૂન એલચીનો પાવડર
ઘી રાંધવા માટે
કાર્યવાહી
ઉન્ની અપ્પમ બનાવવા માટે

    ઉન્ની અપ્પમ બનાવવા માટે
  1. ઉન્ની અપ્પમ બનાવવા માટે, નાના નોન-સ્ટીક પૈનમાં ઘી ગરમ કરો, નાળિયેર નાખીને મધ્યમ આંચ પર ૧ મિનિટ માટે સાંતળી લો. એક બાજુ રાખો.
  2. ચોખા, ગોળ, કેળા અને ૧ ટેબલસ્પૂન પાણી મિક્સરમાં ભેગું કરો અને તેને સુવાળું મિશ્રણ તૈયાર કરો.
  3. મિશ્રણને એક ઊંડા બાઉલ નાખો. પછી એમાં નાળિયેર અને ઇલાયચી પાવડર ઉમેરી, બરાબર મિક્સ કરી લો.
  4. એક અપ્પે મોલ્ડમાં થોડું ઘી ઉમેરી મધ્યમ તાપ પર ગરમ કરો, દરેક મોલ્ડમાં ૧ ટેબલસ્પૂન તૈયાર મિશ્રણ નાખો.
  5. થોડું ઘી રેડીને, નીચી સપાટી સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો અને પછી કાંટા ચમ્મચનો ઉપયોગ કરીને દરેક અપ્પમને ફેરવી લો, જેથી તેને બીજી બાજુથી રાંધી લેવાય.
  6. આ જ પ્રમાણે બાકી રહેલા મિશ્રણ વડે બીજા વધુ ઉન્નિયપ્પમ તૈયાર કરી લો.
  7. ઉન્ની અપ્પમ ને તરત જ પીરસો.

Reviews