You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી શાક > આલુ મેથી ની રેસીપી આલુ મેથી ની રેસીપી | Aloo Methi તરલા દલાલ આ આલુ મેથીની સબ્જી રોજની વાનગી તરીકે ગણાય છે, કારણકે તે સહેલાઇથી તૈયાર કરી શકાય છે, તે ઉપરાંત તે સ્વાદિષ્ટ પણ છે અને તે એવી અદભૂત છે કે જ્યારે-જ્યારે તમે તે બનાવશો ત્યારે-ત્યારે તેના સ્વાદમાં એક અલગ જ નવો અનુભવ થશે, અને તેનું કારણ છે તેમાં રહેલા બટાટાની નરમાશ અને આનંદદાઇ મેથીની કડવાશ છે. ખરેખર તો આ આલુ મેથીની સબ્જી એવી ભારતીય વાનગી છે જે દુનિયાભરમાં ખ્યાતી ધરાવે છે, કારણ કે તેમાં આપણી રોજના વપરાશની વસ્તુઓ જેવી કે આદૂ, લસણ, જીરૂ અને લાલ મરચાં છે. આ આલુ મેથીની સબ્જીની લિજ્જત એવી છે કે તમને તમારી રોજની જરૂરીયાતથી પણ વધુ એક-બે રોટલી ખવાઇ જાય તો પણ તેનો ખ્યાલ નહીં રહે. Post A comment 09 Sep 2024 This recipe has been viewed 15665 times 5/5 stars 100% LIKED IT 3 REVIEWS ALL GOOD आलू मेथी की सब्जी | आलू मेथी की सूखी सब्जी | पंजाबी आलू मेथी की रेसिपी | - हिन्दी में पढ़ें - Aloo Methi In Hindi aloo methi sabzi | Punjabi aloo methi | how to make aloo methi | potatoes with fenugreek leaves | - Read in English Aloo Methi Tarla Dalal Table Of Contents આલુ મેથી ની રેસીપી વિશે માહિતી, about aloo methi sabzi▼વિગતવાર ફોટો સાથે આલુ મેથી ની રેસીપી, aloo methi sabzi step by step recipe▼આલુ મેથી કેવી રીતે બનાવશો, how to make aloo methi▼આલુ મેથી ની રેસીપી નો વિડિયો, video of aloo methi sabzi▼ આલુ મેથી ની રેસીપી - Aloo Methi recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી સબ્જી રેસીપીમેન કોર્સભારતીય લંચ રેસિપીસુકા શાકની રેસીપીઅર્ધ સૂકા શાકલીલા પાંદળાના શાક તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૯ મિનિટ   કુલ સમય : ૨૪ મિનિટ    ૩ માત્રા માટે ઘટકો આલુ મેથી ની રેસીપી બનાવવા માટે૧/૨ કપ બાફીને છોલેલા બટાટાના ટુકડા૪ કપ સમારેલી મેથી (ધોઇને નીતારેલી) મીઠું , સ્વાદાનુસાર૪ ટેબલસ્પૂન તેલ૧ ટીસ્પૂન જીરૂ૧/૪ ટીસ્પૂન હીંગ૧ ટીસ્પૂન સમારેલું લસણ૧ ટીસ્પૂન સમારેલું આદૂ૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૨ આખ લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા૧/૨ ટીસ્પૂન હળદર૨ ટીસ્પૂન ધાણા-જીરા પાવડર કાર્યવાહી Methodઆલુ મેથી ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં મેથી મૂકી તેની પર થોડું મીઠું છાંટીને હળવા હાથે મિક્સ કરી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.તે પછી મેથીને દબાવીને તેમાંથી પાણી કાઢી લીધા પછી મેથીને બાજુ પર રાખો અને પાણી ફેંકી દો.હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ અને હીંગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લસણ, આદૂ, લીલા મરચાં અને લાલ મરચાં મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં હળદર અને બટાટા મેળવી હળવેથી મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.છેલ્લે તેમાં મેથી, ધાણા-જીરા પાવડર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.આલુ મેથી ગરમ ગરમ પીરસો. વિગતવાર ફોટો સાથે આલુ મેથી ની રેસીપી જો તમને આ આલો મેથીની સબ્જી ગમે જો તમને આ આલો મેથીની સબ્જી ગમે, તો તમે અન્ય પંજાબી સબઝી પણ અજમાવી શકો છો જેવી કે પનીર મખ્ખની મેથી મટર મલાઈ ઝટપટ રીંગણાની સબ્જી આલુ મેથી કેવી રીતે બનાવશો એક ઊંડા બાઉલમાં સમારેલી મેથીના પાન લઇ તેની પર થોડું મીઠું છાંટી સારી રીતે મિક્સ કરી લો. તેને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો. મેથીની ભાજી સ્વાદમાં કડવી હોવાથી તેમાં મીઠું મેળવવાથી તેની કડવાશ પાણી દ્વારા જતી રહે છે. આમ આલુ મેથીની ભાજીમાં કડવાશ ઓછી કરી શકાય છે. મેથીને હાથ વડે દબાવીને તેમાંથી બધુ પાણી કાઢીને બાજુ પર રાખો. પાણીને ફેંકી દો. હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂં ઉમેરો. તે પછી તેમાં હીંગ પણ ઉમેરો. હીંગની માત્રા ભલે થોડી ઓછી છે, છતાં પણ તેનો સ્વાદ મધુર હોવાથી ભારતીય શાકની દરેક વાનગીમાં તેનો ઉપયોગ ઓછા વત્તા પ્રમાણમાં પણ જરૂર થાય છે. આમ તેને મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી અથવા તો દાણા તતડવા માંડે ત્યાં સુધી સાંતળી લો. જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં સમારેલું લસણ ઉમેરો. તે પછી તેમાં આદૂ મેળવો. અહીં આદૂ વડે આ આલુ મેથીની ભાજીને રૂચિકર સ્વાદ પ્રાપ્ત થાય છે. હવે તેમાં લીલા મરચાં મેળવો જેથી ભાજીમાં થોડી તીખાશ ભળે. ઉપરાંત તેમાં સૂકા લાલ મરચાં પણ મેળવો. હવે તેને સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો. તે પછી તેમાં હળદર મેળવો જેથી આલુ મેથીને હળવો રંગ મળે. હવે આ આલુ મેથીની ભાજીમાં બાફેલા બટાટા મેળવો. હવે તેને હળવા હાથે મિક્સ કરીને મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી રાંધી લો. શાકને વચ્ચે-વચ્ચે હળવા હાથે હલાવતા રહો, પણ ધ્યાન રાખો કે બટાટા તૂટે નહીં, બટાટા થોડા ગોલ્ડન કલરના થવા જોઇએ. હવે તેમાં મેથી મેળવો. તે પછી તેમાં ધાણા-જીરા પાવડર મેળવો. ધાણા અને જીરાને સૂકા શેકીને મિક્સરમાં પીસીને તેનો પાવડર તૈયાર કરવામાં આવે છે. છેલ્લે આ આલુ મેથીની ભાજીમાં મીઠું મેળવો. તેને સારી રીતે મિક્સ કરી આલુ મેથીને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. આ આલુ મેથીની ભાજીને ગરમા-ગરમ ફૂલકા સાથે પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/aloo-methi-gujarati-22789rઆલુ મેથી ની રેસીપીFiroz on 29 Jan 22 12:03 PM5 PostCancelTarla Dalal 08 Feb 22 02:43 PM   Thank you for your feedback. Please keep reviewing recipes and articles you love. PostCancelhttps://www.tarladalal.com/aloo-methi-gujarati-22789rઆલુ મેથી ની રેસીપીGadhavi Gopal Arjan on 05 Nov 20 11:57 AM5Very good PostCancelTarla Dalal 05 Nov 20 03:38 PM   Thanks so much for trying our recipe, it means a lot to us. Keep trying more recipes and sharing your feedback with us. PostCancelhttps://www.tarladalal.com/aloo-methi-gujarati-22789rઆલુ મેથી ની રેસીપીkanchan shah on 23 Jan 20 07:34 AM5 PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન