મિક્સ વેજીટેબલ ફ્રેન્કી | વેજીટેબલ ફ્રેન્કી | હાઈ બ્લડ પ્રેશર માટે મિક્સ વેજીટેબલ ફ્રેન્કી | ફ્રેન્કી રેસીપી | Mixed Vegetable Frankie, Low Salt Recipe

મિક્સ વેજીટેબલ ફ્રેન્કી | વેજીટેબલ ફ્રેન્કી | હાઈ બ્લડ પ્રેશર માટે મિક્સ વેજીટેબલ ફ્રેન્કી | ફ્રેન્કી રેસીપી | mixed vegetable frankie in gujarati |

ફ્રેન્કી એ મુંબઈનું ઓલ ટાઈમ ફેવરિટ સ્ટ્રીટ ફૂડ છે અને વિશ્વભરના ભારતીયો દ્વારા તે ખૂબ જ પ્રિય છે. હવે, અન્ય ભારતીય શહેરો અને નગરોની શેરીઓમાં પણ ફ્રેન્કી કાઉન્ટર્સ જોવાનું સામાન્ય છે!

શાકભાજી અને મસાલાના ચટપટા મિશ્રણથી ભરપૂર, ફ્રેન્કી માત્ર તાળવાને જ ખુશ કરતું નથી પરંતુ તે પેટને ખુબ લાંબા સમય સુધી આધાર આપે છે. અહીં, અમે આ લોકપ્રિય નાસ્તાની તંદુરસ્ત, ઓછા મીઠાની આવૃત્તિ બનાવી છે, જેને હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો પણ ક્યારેક ક્યારેક માણી શકે છે.

આ રેસીપી મેંદાને બદલે ઘઉંના લોટથી બનાવેલી છે અને ચીઝને પણ કાઢી નાખવામાં આવ્યું છે. મિક્સ વેજીટેબલ ફ્રેન્કીમાં વધુ પડતી ચરબીનો ઉપયોગ નથી કર્યો અને તે શાકભાજીથી ભરપૂર છે.

આ પૌષ્ટિક નાસ્તાને તરત જ પીરસવામાં આવે તે મહત્વનું છે જેથી સ્વાદ અને ટેક્સચરનો શ્રેષ્ઠ આનંદ માણો.

Mixed Vegetable Frankie, Low Salt Recipe In Gujarati

This recipe has been viewed 3171 times



મિક્સ વેજીટેબલ ફ્રેન્કી રેસીપી - Mixed Vegetable Frankie, Low Salt Recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ ફ્રેન્કી માટે
મને બતાવો ફ્રેન્કી

ઘટકો

કણિક માટે
૧/૨ કપ ઘઉંનો લોટ
ઘઉંનો લોટ , વણવા માટે

રોલ બનાવવા માટે
૧/૨ કપ ખમણેલું ગાજર
૩/૪ કપ ખમણેલી બ્રોકલી
૧/૨ કપ બાફીને મસળેલા લીલા વટાણા
૧/૪ કપ બાફીને મસળેલા બટેટા
૨ ટીસ્પૂન તેલ , રાંધવા માટે
૧/૪ કપ ઝીણાં સમારેલા કાંદા
૧/૨ ટીસ્પૂન આદુની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન લસણની પેસ્ટ
૧/૪ ટીસ્પૂન હળદર
૧/૨ ટીસ્પૂન ધાણા પાવડર
૧/૨ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
મીઠું

મિક્સ કરીને મસાલા પાણી બનાવવા
૧ ટીસ્પૂન આમચૂર
૧ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
૨ ટીસ્પૂન પાણી
કાર્યવાહી
કણિક માટે

    કણિક માટે
  1. એક ઊંડા બાઉલમાં ઘઉંનો લોટ ઉમેરો અને પૂરતા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરીને નરમ લોટ બાંધો.
  2. કણિકને ૪ સમાન ભાગોમાં વહેંચો.
  3. દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
  4. એક નોન-સ્ટીક તવો ગરમ કરો અને દરેક રોટલીને ત્યાં સુધી રાંધો જ્યાં સુધી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન ફોલ્લીઓ ન દેખાય. બાજુ પર રાખો.

રોલ બનાવવા માટે

    રોલ બનાવવા માટે
  1. એક પહોળા નોન-સ્ટીક પેનમાં ૧ ટીસ્પૂન તેલ ગરમ કરો, તેમાં કાંદા ઉમેરો અને મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  2. આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, હળદર, ધાણા પાવડર, લાલ મરચું પાવડર અને ૧ ટેબલ-સ્પૂન પાણી ઉમેરીને મધ્યમ તાપ પર ૩૦ સેકન્ડ સુધી સાંતળી લો.
  3. ગાજર, બ્રોકોલી, મીઠું અને ૨ ટેબલ-સ્પૂન પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 3 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. લીલા વટાણા અને બટાકા ઉમેરો, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. થોડું ઠંડુ થવા માટે બાજુ પર રાખો.
  5. મિશ્રણને ૪ સમાન ભાગોમાં વિભાજીત કરો.
  6. મિશ્રણના દરેક ભાગને ૧૨૫ મી. મી. (૫”) વ્યાસનો ગોળ નળાકાર રોલ તૈયાર કરો અને તેને તમારી હથેળીઓ વચ્ચે ચપટો કરો.
  7. એક નોન-સ્ટીક તવાને ૧ ટીસ્પૂન તેલથી ગરમ કરો અને બધા રોલને તવા પર મૂકો. તેમને મધ્યમ તાપ પર બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી રાંધી લો. બાજુ પર રાખો.

ફ્રેન્કી બનાવવાની વિધિ

    ફ્રેન્કી બનાવવાની વિધિ
  1. મિક્સ વેજીટેબલ ફ્રેન્કી બનાવવા માટે, સ્વચ્છ, સૂકી સપાટી પર રોટલી મૂકો, તેના પર તૈયાર ૧/૨ ટીસ્પૂન મસાલાનું પાણી રેડો અને તેને સરખી રીતે ફેલાવો.
  2. રોટલીની એક બાજુએ એક તૈયાર મિક્સ વેજીટેબલનો રોલ મૂકો.
  3. રોટીને રોલ ઉપર બંને બાજુથી ફોલ્ડ કરો.
  4. રોટલીના એક ખુલ્લા છેડાથી બીજા છેડા સુધી રોલ કરો.
  5. રોટલીને સજ્જડ રીતે ગોળ વાળી લો.
  6. રીત ક્રમાંક ૧ અને ૫ મુજબ ૩ વધુ ફ્રેન્કી તૈયાર કરી લો.
  7. મિક્સ વેજીટેબલ ફ્રેન્કીને તરત જ પીરસો.

Reviews