ગાજર અને ચીઝ સેન્ડવિચ | ચીઝ સેન્ડવીચ | Carrot and Cheese Sandwich

ગાજર અને ચીઝ સેન્ડવિચ | ચીઝ સેન્ડવીચ | carrot and cheese sandwich in gujarati |

આ નવીન અને પૌષ્ટિક વિટામિન એ, પ્રોટીન, કેલ્શિયમ અને લોહ સમૃદ્ધ રેસીપી છે. પનીર અને ચીઝ નો આહાર મધ્યમ માત્રામાં લેવામાં આવે તો તે તમારા હાડકા માટે અજાયબીઓ આપી શકે છે, જ્યારે ગાજર - વિટામિન નો ઉત્તમ સ્ત્રોત આપણા રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં મદદ કરે છે.

Carrot and Cheese Sandwich recipe In Gujarati

This recipe has been viewed 3738 times

Carrot and Cheese Sandwich - Read in English 


ગાજર અને ચીઝ સેન્ડવિચ | ચીઝ સેન્ડવીચ - Carrot and Cheese Sandwich recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૨સેન્ડવિચ માટે
મને બતાવો સેન્ડવિચ

ઘટકો

ગાજર અને ચીઝ સેન્ડવિચની રેસીપી બનાવવા માટે
ટોસ્ટ કરેલી ઘંઉની બ્રેડ સ્લાઇસ
૨ ટીસ્પૂન પીગળાવેલું માખણ

મિક્સ કરીને પૂરણ બનાવવા માટે
૩/૪ કપ ખમણેલું ગાજર
૩ ટેબલસ્પૂન મોઝરેલા ચીઝ
૩ ટેબલસ્પૂન ખમણેલું પનીર
૧ ટીસ્પૂન સમારેલા લીલા મરચા
એક ચપટી રાઇનો પાવડર
૧ ટેબલસ્પૂન દૂધ
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
ગાજર અને ચીઝ સેન્ડવિચની માટે

    ગાજર અને ચીઝ સેન્ડવિચની માટે
  1. પૂરણને ૨ સમાન ભાગોમાં વહેંચો અને બાજુ પર રાખો.
  2. સ્વચ્છ, સૂકી સપાટી પર ૨ બ્રેડના સ્લાઇસ મૂકો અને દરેક બ્રેડના સ્લાઇસ પર ૧/૨ ટીસ્પૂન માખણ નાખો.
  3. ૧ માખણ લગાડેલી બ્રેડ સ્લાઈસના મધ્યમાં તૈયાર પૂરણનો ૧ ભાગ મૂકો અને ચમચીના પાછલા ભાગની મદદથી સમાનરૂપે પાથરી લો.
  4. બ્રેડની બીજી સ્લાઇસનો માખણ ચોપડેલો ભાગ અદંર રહે તે રીતે સ્લાઇસ મૂકો. સેન્ડવિચને ૨ ત્રિકોણમાં કાપો.
  5. રીત ક્રમાંક ૩ અને ૪ ના મુજબ વધુ ૧ સેન્ડવિચ તૈયાર કરો.
  6. તરત પીરસો

Reviews