તરબૂચ મોજીટો રેસીપી | તરબૂચ મિન્ટ મોઈતો | તરબૂચ મોકટેલ | ઉનાળાની સ્પેશિયલ રેસિપિ | Watermelon Mint Mojito Summer Drink

તરબૂચ મોજીટો રેસીપી | તરબૂચ મિન્ટ મોઈતો | તરબૂચ મોકટેલ | ઉનાળાની સ્પેશિયલ રેસિપિ | watermelon mojito in gujarati |with 15 amazing images.

લાલ અને લીલા તરબૂચ ઉનાળામાં વધુ પસંદ કરવામાં આવતું ફળ છે. પાણીથી ભરેલું આ ફળ તેના મીઠા સ્વાદથી પણ દરેકને ખુશ કરે છે અને તરબૂચ મિન્ટ મોઈતોના રૂપમાં પીરસવામાં આવે ત્યારે આ ફળનો કોણ પ્રતિકાર કરી શકે?

તરબૂચ મિન્ટ મોઈતો સમર ડ્રિંકમાં તાજા ફુદીનાના પાંદડા કાયાકલ્પ કરતી સુગંધ અને સ્વાદ આપે છે. ખાંડ જરૂરી મીઠાશ ઉમેરે છે અને મીઠું તરબૂચના સ્વાદને આ પીણાના અન્ય સ્વાદો સાથે મજબૂત રીતે જોડવા માટે પ્રેરિત કરે છે. હું ફક્ત એટલું જ કહી શકું છું કે, આ પાર્ટી મોકટેલને આ ઉનાળામાં બનાવવામાં ચૂકશો નહીં!

આ એક ખૂબ જ સરળ પીણું છે જે માત્ર થોડી મિનિટોમાં તૈયાર કરી શકાય છે અને મહેમાનોને પીરસી શકાય છે. ભારતીય તરબૂચ મિન્ટ મોજીટો બનાવવાની રીત શીખો.

Watermelon Mint Mojito Summer Drink recipe In Gujarati

તરબૂચ મોજીટો રેસીપી - Watermelon Mint Mojito Summer Drink recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૨ ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો

તરબૂચ મોજીટો માટે
૧ કપ તરબૂચના ચોરસ ટુકડા
૨૦ ફૂદીનાના પાન
૨ ટીસ્પૂન લીંબુનો રસ
૩ ટેબલસ્પૂન પીસેલી સાકર
૧/૪ ટીસ્પૂન મીઠું
૧૨ બરફના ટુકડા
૧ કપ સ્પ્રાઇટ
કાર્યવાહી
તરબૂચ મોજીટો બનાવવા માટે

    તરબૂચ મોજીટો બનાવવા માટે
  1. તરબૂચ મોજીટો બનાવવા માટે, એક ઉંચો ગ્લાસ લો, તેમાં ૧/૨ કપ તરબૂચના ચોરસ ટુકડા, ૧૦ ફુદીનાના પાન, ૧ ૧/૨ ટેબલસ્પૂન પીસેલી સાકર, ૧ ટીસ્પૂન લીંબુનો રસ અને ચપટી મીઠું નાંખો, તેને ૧ થી ૨ મિનિટ માટે મડલ કરો.
  2. ૬ બરફના ટુકડા અને ૧/૨ કપ ઠંડી સ્પ્રાઈટ ઉમેરો અને સ્ટરરનો ઉપયોગ કરીને સારી રીતે મિક્સ કરો.
  3. રીત ક્રમાંક ૧ અને ૨ પ્રમાણે વધુ ૧ ગ્લાસ તરબૂચ મોજીટો તૈયાર કરો.
  4. તરબૂચ મિન્ટ મોઈતો ને તરત જ પીરસો.

Reviews