પંજાબી પકોડા કઢી ની રેસીપી | Punjabi Pakoda Kadhi

તાજા તૈયાર કરેલા ચણાના લોટના પકોડા જેમાં કોથમીર અને લીલા મરચાં મેળવેલા હોય અને તેના વડે બનતી આ પંજાબી પકોડા કઢી એવી મજેદાર તૈયાર થાય છે કે મોઢામાંથી પાણી છુટી જાય.

વિવિધ મસાલા ભેગા કરીને, જેવા કે લવિંગ, તજ, મેથી અને ધાણા તથા વધારામાં તેમાં ઉમેરેલા પકોડા વડે આ પંજાબી કઢી અત્યંત આકર્ષક અને સુંદર બને છે. અહીં ખાસ યાદ રાખશો કે કઢીમાં પકોડા મેળવ્યા પછી તેને એક કે બે મિનિટ સુધી જ ધીમા તાપે ઉકાળવી જેથી પકોડા કઢીની સુવાસ શોષી લે અને સુગંધી બને.

બીજી વિવિધ પ્રકારની કઢીની રેસીપી પણ અજમાવો.

Punjabi Pakoda Kadhi recipe In Gujarati

પંજાબી પકોડા કઢીની રેસીપી - Punjabi Pakoda Kadhi recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

પકોડા માટે
૧ કપ ચણાનો લોટ
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧/૪ ટીસ્પૂન હળદર
એક ચપટીભર બેકીંગ સોડા
૧ ટીસ્પૂન જીરૂ
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર
તેલ , તળવા માટે

કઢી માટે
૨ કપ જેરી લીધેલું દહીં
૩ ટેબલસ્પૂન ચણાનો લોટ
૧/૪ ટીસ્પૂન હળદર
મીઠું, સ્વાદાનુસાર
૧ ટેબલસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન જીરૂ
લવિંગ
નાનો ટુકડો તજ
૧/૪ ટીસ્પૂન મેથીના દાણા
૧/૨ ટીસ્પૂન આખા ધાણા
૪ to ૬ કડીપત્તા
આખા સૂકા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા
૧/૨ ટીસ્પૂન આદૂની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
કાર્યવાહી
પકોડા માટે

    પકોડા માટે
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે લગભગ ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી ઘટ્ટ ખીરૂં તૈયાર કરો.
  2. હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી એક એક ચમચા જેટલું ખીરૂં તેલમાં નાંખતા જાવ. આમ એક સાથે થોડા થોડા પકોડા દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
  3. તળી લીધા પછી પકોડાને ટીશ્યુ પેપર પર કાઢી બાજુ પર રાખો.

કઢી માટે

    કઢી માટે
  1. એક ઊંડા બાઉલમાં દહીં, ચણાનો લોટ, હળદર, મીઠું અને ૨ કપ પાણી મેળવી સારી રીતે જેરી લીધા પછી તેને બાજુ પર રાખો.
  2. હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ, લવિંગ, તજ, મેથી દાણા, કડીપત્તા અને લાલ કાશ્મીરી મરચાં મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  3. તાપ ઓછું કરી તેમાં દહીં-ચણાના લોટનું મિશ્રણ, આદૂની પેસ્ટ, મરચાં પાવડર અને થોડું મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. પીરસવાના થોડા સમય પહેલા કઢીને ફરીથી ગરમ કરીને ધીમા તાપે ઉકાળી લો.
  2. તે પછી તેમાં તૈયાર કરેલા પકોડા મેળવી હલકા હાથે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  3. કોથમીર વડે સજાવીને તરત જ ગરમા-ગરમ પીરસો.

Reviews