કોરમા ભાત | Korma Rice Recipe

સારા પ્રમાણમાં દૂધ, ફ્રેશ ક્રીમ, ઘી, કાજુ અને ખસખસ સાથે બનતા આ કોરમા ભાત બેશક શાહી વાનગી ગણી શકાય. હા, તેમાં વિવિધ મસાલા અને પાવડર મેળવવામાં આવ્યા છે પણ વધુ તીખાશ નથી આવતી કારણ કે તેમાં સામાન્ય માત્રામાં મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત કોરમામાં મેળવેલા ફણગાવેલા મગ આ વાનગીને વધુ પૌષ્ટિક બનાવે છે.

Korma Rice Recipe In Gujarati

This recipe has been viewed 6281 times

कोरमा राईस - हिन्दी में पढ़ें - Korma Rice Recipe In Hindi 
Korma Rice Recipe - Read in English 


કોરમા ભાત - Korma Rice Recipe in Gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૨૦ મિનિટ   બેકીંગનું તાપમાન:  ૧૮૦°C (૩૬૦°F)   બેકીંગનો સમય:  ૨૦ થી ૨૫ મિનિટ   બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

ભાત માટે
૧ ૧/૨ કપ ચોખા (૩૦ મિનિટ પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલા)
૨ ટેબલસ્પૂન ઘી
એલચી
૫૦ મિલીમીટર (૨”) નો તજનો ટુકડો
લવિંગ
તમાલપત્ર
મીઠું , સ્વાદાનુસાર
ચપટીભર હળદર

પીસીને કાજુ-ખસખસની પેસ્ટ તૈયાર કરવા માટે (બહુ થોડું પાણી ઉમેરવું)
૧ ટેબલસ્પૂન કાજુના ટુકડા
૧ ટેબલસ્પૂન ખસખસ

કોરમા માટે
૧ ૧/૨ કપ ફણગાવેલા મગ
૨ ટેબલસ્પૂન ઘી
૧ ટીસ્પૂન આદૂ-લસણની પેસ્ટ
એલચી
૧/૨ કપ ખમણેલા કાંદા
૧ ટીસ્પૂન ધાણા પાવડર
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૩/૪ કપ અર્ધા-બાફીને સમારેલા ટમેટા
૧/૨ કપ દૂધ
૧ ટેબલસ્પૂન ફ્રેશ ક્રીમ
મીઠું , સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ
૨ ટીસ્પૂન ઘી , ચોપડવા માટે
૨ ટેબલસ્પૂન દૂધ
કાર્યવાહી
ભાત માટે

    ભાત માટે
  1. એક ખુલ્લા ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં એલચી, તજ, લવિંગ અને તમાલપત્ર નાંખી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં ચોખા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં ૩ કપ ગરમ પાણી, મીઠું અને હળદર મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી તેને ઢાંકીને મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી અથવા ચોખા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લો.
  4. આમ તૈયાર થયેલા ભાતના ત્રણ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

કોરમા માટે

    કોરમા માટે
  1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં આદૂ-લસણની પેસ્ટ અને એલચી મેળવી મધ્યમ તાપ પર થોડી સેંકડ સુધી સાંતળી લો.
  2. તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં ધાણા પાવડર, મરચાં પાવડર અને ટમેટા મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
  4. તે પછી તેમાં ફણગાવેલા મગ, ૧/૨ કપ પાણી અને મીઠું મેળવી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી, થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધીને બાજુ પર રાખો.
  5. એક બાઉલમાં કાજુ-ખસખસની પેસ્ટ, દૂઘ અને ફ્રેશ ક્રીમ મેળવીને તેને ફણગાવેલા મગના મિશ્રણમાં નાંખી સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. આમ તૈયાર થયેલા કોરમાના ૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. એક માઇક્રોવેવમાં રાંધી શકાય એવા બાઉલમાં ઘી ચોપડી તેમાં ભાતનો એક ભાગ મૂકી સારી રીતે પાથરીને ચમચાના પાછળના ભાગ વડે દબાવી લો.
  2. તેની ઉપર તૈયાર કરેલા કોરમાનો એક ભાગ રેડી સારી રીતે પાથરી લો.
  3. ફરી તેની પર ભાતનો એક ભાગ પાથરીને ઉપર કોરમાનો એક ભાગ સરખી રીતે પાથરી લો.
  4. છેલ્લે બાકી રહેલા ભાત મૂકી સારી રીતે પાથરી લો.
  5. તે પછી તેની પર દૂધ રેડી ઢાંકળ વડે ઢાંકીને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦૦ સે (૩૬૦૦ ફે) પર ૧૫ થી ૨૦ મિનિટ સુધી અથવા માઇક્રોવેવના ઊંચા (high) તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી રાંધી લો.
  6. પીરસતા પહેલા આ ભાતને પીરસવાની ડીશમાં ઉલટાવીને કાઢી લો.
  7. તરત જ પીરસો.

Reviews