You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > પીણાં > શરબત > કોકમ શરબત ની રેસીપી કોકમ શરબત ની રેસીપી | Kokum Sherbet, Kokam Sharbat Recipe તરલા દલાલ જો તમને તરત જ તાજગીનો અનુભવ કરવો હોય, તો આ દેશી ઉપાય અકસીર છે. આ કોકમના શરબતમાં ખટાશ અને મસાલેદાર સ્વાદ માટે જીરૂ અને કાળા મરી મેળવીને વિશિષ્ટ ગુણવાળા કોકમ વડે તેને મજેદાર બનાવવામાં આવ્યું છે. આ વાનગીમાં અમે તમને કોકમને માઇક્રોવેવમાં રાંધીને કોકમ શરબત ઘરે સહેલાઇથી કેમ તૈયાર કરવું તેની રીત જણાવી છે. તમારા રેફ્રીજરેટરમાં આ ઘરે બનાવેલું શરબત બોટલમાં ભરીને તૈયાર રાખો, જેથી તમે તેને પાણી મેળવી તરત જ જ્યારે જરૂર પડે ત્યારે બનાવી શકો. Post A comment 04 Dec 2020 This recipe has been viewed 8666 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD कोकम जूस रेसिपी | कोकम सरबत | कोकम शरबत | टेस्टी कोकम शरबत - हिन्दी में पढ़ें - Kokum Sherbet, Kokam Sharbat Recipe In Hindi Kokum Sherbet, Kokam Sharbat Recipe - Read in English કોકમ શરબત ની રેસીપી - Kokum Sherbet, Kokam Sharbat Recipe in Gujarati Tags શરબતસ્ક્વૉશ / સીરપરમાદાન / રમાઝાન માટે ઇફ્તાર રેસિપિમાઇક્રોવેવ રેસિપિ | માઇક્રોવેવ ઓવન રેસિપિસ |પીણાં તૈયારીનો સમય: ૨ મિનિટ   બનાવવાનો સમય: ૯ મિનિટ   કુલ સમય : ૧૧ મિનિટ    ૨૦ ગ્લાસ માટે મને બતાવો ગ્લાસ ઘટકો કોકમ શરબત ની રેસીપી બનાવવા માટે૧ કપ કોકમ૧ કપ સાકર૧ ટીસ્પૂન જીરા પાવડર૩/૪ ટીસ્પૂન સંચળ એક ચપટીભરલીંબુના ફૂલ કાર્યવાહી Methodકોકમ શરબત ની રેસીપી બનાવવા માટે, એક માઇક્રોવેવ સેફ બાઉલમાં કોકમ સાથે ૧ કપ પાણી મેળવી તેને ઉંચા તાપમાન પર ૧ મિનિટ સુધી માઇક્રોવેવ કરી ૧૦ મિનિટ માટે બાજુ પર રાખો.તે પછી કોકમનું પાણી ગાળીને, પાણી તથા કોકમ બાજુ પર રાખો.હવે કોકમ અને ૧/૨ કપ ગાળેલું કોકમવાળું પાણી મેળવીને મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.હવે સાકર સાથે ૧/૨ કપ પાણી માઇક્રોવેવ સેફ બાઉલમાં રેડી ઉંચા તાપમાન પર ૮ મિનિટ સુધી વચ્ચે ૪ મિનિટ પછી થોડું હલાવીને માઇક્રોવેવ કરી લો.૫. તે પછી તેમાં તૈયાર કરેલી કોકમની પેસ્ટ મેળવી સારી રીતે મિક્સ કરી લો.આમ તૈયાર થયેલા કોકમના સાકરવાળા મિશ્રણને ગરણી વડે ગાળીને બાજુ પર રાખો અને બચેલું કોકમનું મિશ્રણ કાઢી નાંખો.હવે આ કોકમ-સાકરના મિશ્રણમાં જીરા પાવડર, સંચળ અને લીંબુના ફૂલ મેળવી સારી રીતે મિક્સ કરી લો.આગળની રીતઆગળની રીતપીરસતા પહેલા, ગ્લાસમાં ૨ ટેબલસ્પૂન તૈયાર કરેલું કોકમનું મિશ્રણ રેડી તેમાં ૧/૨ કપ ઠંડું પાણી રેડી લો.તરત જ પીરસો.હાથવગી સલાહ:હાથવગી સલાહ:રેફ્રીજરેટરમાં કોકમ-સાકરના મિશ્રણને મૂક્તા પહેલા સંપૂર્ણ ઠંડું થવા દો, તે પછી હવાબંધ બાટલીમાં ભરીને ફ્રીજમાં મૂકો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/kokum-sherbet-kokam-sharbat-recipe-gujarati-4931rકોકમ શરબત ની રેસીપીUmang Mistry on 29 Apr 20 04:45 PM5કોકમ ને પીસીએ તો બિયા સાથે રાખવું? કે કોકમ ના બિયા કાઢી નાખવા? PostCancelTarla Dalal 20 Aug 20 08:00 PM   The kokum used in the recipe will not have seeds. PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન