નાસપાતી અને દાડમનું સલાડ રેસીપી | દાડમનું સલાડ | સ્વસ્થ પાલક અને દાડમનું સલાડ | Pear Pomegranate and Spinach Salad, Indian Pomegranate and Pear Green Salad

નાસપાતી અને દાડમનું સલાડ રેસીપી | દાડમનું સલાડ | સ્વસ્થ પાલક અને દાડમનું સલાડ | ભારતીય પાલક સલાડ | pomegranate and spinach salad recipe in Gujarati | with 23 amazing images.

જ્યારે તમને બજારમાં તાજા નાસપાતી મળે ત્યારે આ નાસપાતી અને દાડમનું સલાડ રેસીપી જરૂર અજમાવજો. દાડમનો રસ, લીંબુનો રસ, રાઇનો પાવડર, મધ અને મરીનો પાવડર મેળવીને એક હુંફાળુ ડ્રેસિંગ તૈયાર કરવામાં આવ્યું છે જે નાસપાતી સાથે મજેદાર સ્વાદ આપે છે. અને સાથે તેમાં થોડા આઇસબર્ગ સલાડના પાન મેળવ્યા છે જેથી તે કરકરો બને.

સ્વસ્થ પાલક અને દાડમનું સલાડને તરત જ પીરસો અને તાજા નાસપાતીના સ્વાદ સાથે ખટ્ટા-મીઠા સલાડનો સ્વાદ માણો.

Pear Pomegranate and Spinach Salad, Indian Pomegranate and Pear Green Salad recipe In Gujarati

નાસપાતી અને દાડમનું સલાડ રેસીપી - Pear Pomegranate and Spinach Salad, Indian Pomegranate and Pear Green Salad recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૩ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

નાસપાતી અને દાડમનું સલાડ બનાવવા માટે
૧ ૧/૨ કપ ટુકડા કરેલા નાસપાતી
૧/૨ કપ દાડમના દાણા
૨ ૧/૨ કપ પાલક, નાના ટુકડા કરેલા
૩ ટેબલસ્પૂન દાડમનો રસ
૧ ટેબલસ્પૂન જેતૂનનું તેલ
૨ ટીસ્પૂન લીંબુનો રસ
૩/૪ ટેબલસ્પૂન મધ
૧/૨ ટીસ્પૂન રાઇનો પાવડર (બજારમાં તૈયાર મળતું)
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ ટીસ્પૂન તાજો પીસેલો કાળા મરીનો પાવડર
કાર્યવાહી
નાસપાતી અને દાડમનું સલાડ બનાવવા માટે

    નાસપાતી અને દાડમનું સલાડ બનાવવા માટે
  1. એક બાઉલમાં જેતૂનનું તેલ, લીંબુનો રસ, મધ, રાઇનો પાવડર, મીઠું અને મરી નાખીને બરાબર મિક્સ કરી લો. બાજુ પર રાખો.
  2. એક ઊંડા બાઉલમાં પાલક, નાસપાતી, દાડમ અને દાડમના રસને ભેગું કરો અને સારી રીતે ટોસ કરો.
  3. તૈયાર ડ્રેસિંગ ઉમેરો અને સારી રીતે ટોસ કરો.
  4. તરત જ પીરસો.

Reviews