જ્યારે તમને બજારમાં તાજા નાસપાતી મળે ત્યારે આ નાસપાતી અને દાડમનું સલાડ જરૂર અજમાવજો. દાડમનો રસ, લીંબુનો રસ, રાઇનો પાવડર, મધ અને મરીનો પાવડર મેળવીને એક હુંફાળુ ડ્રેસિંગ તૈયાર કરવામાં આવ્યું છે જે નાસપાતી સાથે મજેદાર સ્વાદ આપે છે. અને સાથે તેમાં થોડા આઇસબર્ગ સલાડના પાન મેળવ્યા છે જેથી તે કરકરો બને. આ સલાડને તરત જ પીરસો અને તાજા નાસપાતીના સ્વાદ સાથે ખટ્ટા-મીઠા સલાડનો સ્વાદ માણો.
નાસપાતી અને દાડમનું સલાડ - Pear and Pomegranate Salad ( Soups and Salads Recipe ) in Gujarati
Method- બરફના ઠંડા પાણીમાં સલાડના પાન લગભગ ૧૦ મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ પાણી કાઢી લો. આમ કરવાથી પાન થોડા કરકરા થશે.
- એક ઊંડા બાઉલમાં સલાડના પાન, નાસપાતી અને દાડમ મેળવી, સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- એક નાના નૉન-સ્ટીક પૅનમાં જેતૂનનું તેલ ગરમ કરી તેમાં દાડમનો રસ, લીંબુનો રસ, રાઇ પાવડર, મધ અને મરી પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- આમ તૈયાર થયેલું હુંફાળું ડ્રેસિંગ સલાડ પર રેડી સારી રીતે મિક્સ કરી લો.
- તરત જ પીરસો.