સામાન્ય રીતે કોથમીર જ્યારે કોઇ વાનગીમાં ઉમેરવામાં આવે ત્યારે તે વાનગીની યોગ્યતામાં વધારો કરે છે. જ્યારે અહીં વપરાયેલા મસાલા કરતા વધુ તેની મધુર ખુશ્બુ આ કોથમીર રોટીને સુવાસિત બનાવે છે. આ રોટી બનાવવામાં પણ બહુ સરળ છે અને તેમાં વપરાતા મસાલા આપણા રસોડામાં હાથવગા મળી રહે એવા છે એટલે તે ગમે ત્યારે બનાવી શકાય એમ છે, અને તેને દરરોજની જરૂરીયાત જેવી પણ ગણી શકાય.
કોથમીરની રોટી - Coriander Roti recipe in Gujarati
કણિક માટે- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એવી કણિક તૈયાર કરી લીધા પછી તેને ૧૦ થી ૧૫ મિનિટ માટે ઢાંકીને બાજુ પર રાખો.
- તે પછી આ કણિકના ૪ સરખાં ભાગ પાડી બાજુ પર રાખો.
આગળની રીત- તૈયાર કરેલા પૂરણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- કણિકના ૧ ભાગને ૧૦૦ મી. મી. (૪”) ના ગોળાકારમાં ઘઉંના લોટની મદદથી વણી લો.
- તેની પર પૂરણનો એક ભાગ મધ્યમાં મૂકી તેની કિનારીઓ વાળીને એવી રીતે બંધ કરો કે પૂરણ બહાર ન નીકળે.
- આમ તૈયાર કરીને તેને ફરીથી ૧૨૫ મી. મી. (૫”) ના ગોળાકારમાં ઘઉંના લોટની મદદથી વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર બનાવેલી રોટી થોડા તેલની મદદથી બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- આજ પ્રમાણે રીત ૨ થી ૫ પ્રમાણે બાકીની ૩ રોટી તૈયાર કરો.
- તરત જ પીરસો.