સ્ટફ્ડ ફૂલકોબીની પૂરી | Stuffed Cauliflower Puri

ફૂલકોબીનો એક અદભૂત ઉપયોગ. ફૂલકોબીને જ્યારે નાળિયેર અને મગફળી સાથે મેળવવામાં આવે છે ત્યારે ફૂલકોબીની અણગમતી ગંધ દૂર થાય છે અને એક મજેદાર વાનગી બને છે. આ સ્ટફ્ડ ફૂલકોબીની પૂરી ખરેખર એક અનોખી વાનગી છે જે તમે પાર્ટીમાં પીરસી શકો છો અને આ પૂરી ખાવા માટે તમારું મન તમને લલચાવે તો પણ તમે કેટલી ખાઓ છો તેનું ધ્યાન રાખજો કારણ કે અહીં તે તળવામાં આવી છે.

Stuffed Cauliflower Puri recipe In Gujarati

This recipe has been viewed 2839 times

स्टफ्ड कॉलीफ्लॉवर पुरी - हिन्दी में पढ़ें - Stuffed Cauliflower Puri In Hindi 
Stuffed Cauliflower Puri - Read in English 


સ્ટફ્ડ ફૂલકોબીની પૂરી - Stuffed Cauliflower Puri recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૮પૂરી. માટે
મને બતાવો પૂરી.

ઘટકો

પૂરી માટે
૧ ૧/૪ કપ ઘઉંનો લોટ
૧/૪ ટીસ્પૂન હળદર
૧/૨ ટેબલસ્પૂન ઘી
મીઠું , સ્વાદાનુસાર
ઘઉંનો લોટ , વણવા માટે

મિક્સ કરીને પૂરણ બનાવવા માટે
૩/૪ કપ ઝીણી સમારેલી ફૂલકોબી
૧/૪ કપ તાજું ખમણેલું નાળિયેર
૨ ટેબલસ્પૂન શેકીને હલકો ભૂક્કો કરેલી મગફળી
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧ ટીસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
મીઠું , સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ
તેલ , વણવા માટે અને તળવા માટે
કાર્યવાહી
    Method
  1. પૂરણના ૮ સરખા ભાગ પાડો.
  2. કણિકના એક ભાગને ૭૫ મી. મી. (૩”)ના પાતળા ગોળાકારમાં થોડા તેલની મદદથી વણી લો.
  3. તેની મધ્યમાં પૂરણનો એક ભાગ મૂકી તેની કીનારીઓને મધ્યમાં વાળી પૂરણને સંપૂર્ણ બંધ કરી લો. તેને ફરી ૭૫ મી. મી. (૩”)ના પાતળા ગોળાકારમાં થોડા તેલની મદદથી વણી લો.
  4. આ જ પ્રમાણે બાકી રહેલા કણિકના ભાગ અને પૂરણ વડે બીજી ૭ ભરેલી પૂરી તૈયાર કરી લો.
  5. એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સમયે થોડી પૂરી નાંખી પૂરી બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી નીતારવા માટે ટીશ્યુ પેપર પર મૂકો.
  6. તરત જ પીરસો.

Reviews