ઍલા અડા, મીઠા ભાતના પૅનકેક | Ela Ada Recipe, Sweet Rice Pancake

ઍલા અડા કેરાલાની એક પારંપરિક મીઠી મજેદાર વાનગી છે, જેમાં ચોખાના લોટના પૅનકેકને કેળના પાનમાં વીંટાળીને બાફવામાં આવે છે.

અહીં અમે આ ઍલા અડાને નાળિયેર અને ગોળના પૂરણ વડે બનાવવાની રીત રજૂ કરી છે. કોઇ ખાસ પ્રસંગે તેના પૂરણમાં ફણસના પલ્પનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

ઍલા એટલે પાંદડું અને આ મીઠા ચોખાના પૅનકેકનું નામ તેની ખાસ પ્રકારની ખુશ્બુ અને સુગંધ કેળના પાનમાં વીંટાળીને બાફવાથી મળે છે.

ઍલા અડા, કેરાલાની અતિ પ્રખ્યાત અને મનપસંદ વાનગી છે અને કેરળવાસીઓ દુનિયાના કોઇપણ પ્રદેશમાં રહેતા હશે, તો પણ તે ત્યાં જરૂરથી બનાવીને આનંદ માણશે. સાંજના નાસ્તાના સમયે ચહા સાથે આ પૅનકેક પીરસો અને તમે પણ તેનો આનંદ માણો.

Ela Ada Recipe, Sweet Rice Pancake In Gujarati

This recipe has been viewed 6144 times



ઍલા અડા, મીઠા ભાતના પૅનકેક - Ela Ada Recipe, Sweet Rice Pancake in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬ ઍલા અડા માટે
મને બતાવો ઍલા અડા

ઘટકો

ગોળના પૂરણ માટે
૧ કપ સમારેલું ગોળ
૧ ટીસ્પૂન ઘી
૧/૪ ટીસ્પૂન એલચી પાવડર
૧ કપ ખમણેલું નાળિયેર

ચોખાના લોટની કણિક માટે
૧ કપ ચોખાનો લોટ
૧/૨ ટીસ્પૂન ઘી
મીઠું , સ્વાદાનુસાર

બીજી સામગ્રી
કેળનું પાન , ૭૫ મી.મી. x ૭૫ મી.મી. ના ચોરસ ટુકડામાં કાપેલો
કાર્યવાહી
ચોખાના લોટની કણિક માટે

    ચોખાના લોટની કણિક માટે
  1. એક ઊંડા બાઉલમાં ચોખાનો લોટ, મીઠું અને ઘી મેળવીને ગરમ પાણી વડે નરમ કણિક તૈયાર કરી લો. ધ્યાન રાખવું કે શરૂઆતમાં જરૂરી ગરમ પાણી ચમચા વડે રેડવું અને જ્યારે તે થોડું ઠંડુ પડે ત્યારે હાથ વડે સારી રીતે ગુંદીને કણિક તૈયાર કરી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. તૈયાર કરેલા ગોળના પૂરણના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
  2. તમારા હાથની આંગળીઓ થોડી પાણીવાળી બનાવી કણિકના ૬ સરખા ભાગ પાડો.
  3. કેળના પાનને એક સાફ, સૂકી જગ્યા પર મૂકી તેની પર થોડું પાણી સરખી રીતે પાથરી તેની પર કણિકનો એક ભાગ મૂકી, લોટને થપથપાવી પાતળું ૧૫૦ મી. મી. (૬”)ના વ્યાસનું ગોળાકાર બનાવી લો. જો આમ કરતા ન ફાવે તો આંગળીઓ પાણીવાળી કરી થપથપાવી લો.
  4. હવે તેની મધ્યમાં ગોળના પૂરણનો એક ભાગ મૂકી દો.
  5. તે પછી કેળના પાનને અર્ધ ગોળાકારમાં વાળી લો.
  6. તમારી આંગળીઓ વડે તેની કીનારીઓ દબાવીને બંધ કરી લો.
  7. રીત ક્રમાંક ૩ થી ૬ મુજબ બીજા ૫ ઍલા અડા તૈયાર કરી લો.
  8. હવે ૨ ઍલા અડા એક સાથે સ્ટીમરમાં મૂકીને ૧૨ થી ૧૫ મિનિટ સુધી અથવા તો તે બરોબર બફાઇ જાય ત્યા સુધી બાફી લો.
  9. હવે સ્ટીમરમાંથી ઍલા અડાને કાઢીને થોડા ઠંડા થવા દો.
  10. રીત ક્રમાંક ૮ અને ૯ મુજબ બાકીના ૪ ઍલા અડા તૈયાર કરી લો.
  11. હુંફાળા ગરમ હોય ત્યારે પીરસો.

Reviews