You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > રાજસ્થાની વ્યંજન > રાજસ્થાની ખીચડી / પુલાવ > બાજરાની ખીચડી બાજરાની ખીચડી રેસીપી | રાજસ્થાની બાજરાની ખીચડી | હેલ્ધી બાજરાની ખીચડી | Bajra Khichdi ( Rajasthani) તરલા દલાલ બાજરાની ખીચડી રેસીપી | રાજસ્થાની બાજરાની ખીચડી | હેલ્ધી બાજરાની ખીચડી | bajra khichdi in Gujatati | with 20 amazing images.જ્યારે ઘરે જ કંઇક બનાવીને ખાવાની ઇચ્છા થાય ત્યારે પ્રથમ તો મનમાં ખીચડીની જ યાદ આવે. તમારો આખા દીવસનો થાક ઉતારી તન અને મનને સ્વસ્થ રાખતી આ રાજસ્થાની ભપકાદાર બાજરાની ખીચડી તમને જરૂર સંતોષ આપશે. રાજસ્થાનમાં ચોખાને બદલે બાજરાનો ઉપયોગ વધુ પડતો થાય છે એટલે આ ખીચડીમાં પણ દેશના બીજા પ્રદેશમાં બનતી ચોખાની ખીચડીથી અલગ બાજરાનો ઉપયોગ થયો છે. આ બાજરાની ખીચડી એવી મલાઇદાર અને મધુર ખુશ્બુદાર બને છે કે તે તમને શારીરિક અને માનસિક આરામ આપી, દહીં સાથે ખાવાથી સંપૂર્ણ જમણનો અહેસાસ આપશે. જો તમને આ ખીચડી અલગ રીતે માણવી હોય તો તમે બાજરા અને મગની દાળ સાથે પ્રેશર કુકરમાં થોડા સમારેલા શાકભાજી ઉમેરી શકો અથવા આ ખીચડીને વિવિધ મસાલાનો વઘાર પણ આપી શકો. Post A comment 04 Aug 2021 This recipe has been viewed 53215 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD बाजरा खिचड़ी रेसिपी | राजस्थानी बाजरे की खिचड़ी | हेल्दी बाजरा खिचड़ी | - हिन्दी में पढ़ें - Bajra Khichdi ( Rajasthani) In Hindi bajra khichdi recipe | Rajasthani bajra khichdi | healthy black millet Indian khichdi | - Read in English બાજરાની ખીચડી રેસીપી - Bajra Khichdi ( Rajasthani) recipe in Gujarati Tags રાજસ્થાની ખીચડી / પુલાવરાજસ્થાની પારંપારીક સંયોજીક વ્યંજનખીચડી રેસિપીનું કલેક્શન | વેજ ખીચડીચોખા, ખીચડી અને પુલાવએસિડિટી ચોખા / પુલાવ / બિરયાનીડિનરમાં બિરયાનીમનગમતી ભાત / ખીચડી રેસીપી તૈયારીનો સમય: ૫ મિનિટ   પલાળવાનો સમય: ૮ કલાક   બનાવવાનો સમય: ૧૮ મિનિટ   કુલ સમય : ૫૦૩8 કલાક 23 મિનિટ    ૨ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૧/૨ કપ બાજરી , ૮ કલાક પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલી૧/૨ કપ પીળી મગની દાળ , ધોઇને નીતારી લીધેલી મીઠું , સ્વાદાનુસાર૧ ટેબલસ્પૂન ઘી૧ ટીસ્પૂન જીરૂ૧/૨ ટીસ્પૂન હીંગ૧/૪ ટીસ્પૂન હળદર કાર્યવાહી Methodએક પ્રેશર કુકરમાં બાજરી, મગની દાળ, મીઠું અને ૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી કુકરની ૪ સીટી સુધી બાફી લો.કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને હળદર મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં બાફેલી બાજરી-મગની દાળનું મિશ્રણ અને થોડું મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.તરત જ પીરસો. વિગતવાર ફોટો સાથે બાજરાની ખીચડી રેસીપી જો તમને આ બાજરાની ખીચડી ગમે જો તમને આ બાજરાની ખીચડી ગમે, તો તમે અન્ય ખીચડી પણ અજમાવી શકો છો જેવી કે પંચમેળ ખીચડી દહીંવાળી મગની દાળની ખીચડી તરકારી ખીચડી બાજરાની ખીચડી તૈયાર કરવા માટે બાજરાની ખીચડી (રાજસ્થાની બાજરાની ખીચડી) બનાવવા માટે પ્રથમ બાજરાને એક ઊંડા બાઉલમાં મૂકી પાણી વડે ૨ થી ૩ વખત ધોઇ લો. તે પછી બાઉલમાં જરૂરી પાણી સાથે બાજરાને પલાળવા મૂકો. બાઉલને ઢાંકીને લગભગ ૮ કલાક માટે બાજુ પર રાખો. જો તમારી પાસે ૮ કલાકનો સમય ન હોય તો ૪ કલાક સુધી પલાળી રાખ્યા બાદ બાજરાને મિક્સરમાં થોડો સમય ફેરવીને કરકરૂં પાવડર તૈયાર કરી લો. પલાળેલા બાજરા ૮ કલાક પછી આવા દેખાશે. પલાળેલા બાજરા અને નાચની આપણા શરીરને ગરમાશ આપે છે અને તે ઉપરાંત ઠંડીના દીવસોમાં તેનો ઉપયોગ કરવો સલાહભર્યું ગણાય છે કારણકે તે પોષકતત્વોના શોષણમાં મદદરૂપ થાય છે. આપણા શરીરમાં સ્નાયુપેશી બનાવવામાં મદદરૂપ થાય છે. હવે બાજરાને ગરણી વડે ગાળીને બાજુ પર રાખો. હવે પીળી મગની દાળ ગરણીમાં મૂકી નળની નીચે વહેતા પાણી વડે ૨ થી ૩ વખત ધોઇ લો. તે પછી તેને સંપૂર્ણ રીતે ગાળીને બાજુ પર રાખો. બાજરા ખીચડી બનાવવાની રીત એક પ્રેશર કુકરમાં પલાળેલા બાજરાને રાખો. તે પછી તેમાં પીળી મગની દાળ મેળવો. તેમાં મીઠું મેળવો. તેમાં 2 કપ પાણી ઉમેરો. ચમચા વડે તેને સારી રીતે મિક્સ કરી લો. પ્રેશર કુકરને ઢાંકી ૪ સીટી સુધી બાફી લો. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો. તે પછી ઢાંકણ ખોલો. બાજરાની ખીચડીના તડકા માટે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી લો. ઘી જ્યારે ગરમ થઇ જાય ત્યારે તેમાં જીરૂ મેળવો. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને હળદર પાવડર મેળવો. મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો. હવે તેમાં રાંધેલા બાજરા-પીળી મગની દાળનું મિશ્રણ ઉમેરો. બાજરાની ખીચડીમાં થોડું મીઠું મેળવો. અહીં યાદ રાખવાનું છે કે આપણે આગળ પણ ખીચડીમાં મીઠું મેળવેલું છે. મિશ્રણને બરોબર મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. ઘી વડે સજાવીને આ બાજરા ખીચડીને દહીં સાથે પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/bajra-khichdi---rajasthani-gujarati-3894rબાજરાની ખીચડીGeeta Rameshbhai chaudhary on 15 Jul 21 03:47 PM5 PostCancelTarla Dalal 15 Jul 21 04:08 PM   Thanks for the feedback !!! Keep reviewing recipes and articles you loved. PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન