કોબી જુવારના મુઠીયા રેસીપી | ગુજરાતી કોબીના મુઠીયા | હેલ્ધી કોબી જુવારના મુઠીયા | Cabbage Jowar Muthias

કોબી જુવારના મુઠીયા રેસીપી | ગુજરાતી કોબીના મુઠીયા | હેલ્ધી કોબી જુવારના મુઠીયા | Cabbage Jowar Muthias in Gujarati | with 25 amazing images.

મુઠીયા જેવી વાનગી ગુજરાતીઓની સદા પસંદગી જેવી વાનગી છે પણ બીજા લોકો માટે તો એક નવી વાનગી જેવી છે. મુઠીયાના લોટના ગોળાને બાફવામાં આવે છે અને તેમાં ૨ થી ૩ જાતના લોટનું સંયોજન હોય છે ઉપરાંત તેમાં વિવિધ શાક જેવા કે મેથી, મૂળા, દૂધી વગેરે ઉમેરી તેને સુગંધી બનાવવામાં આવે છે.

અહીં આ હેલ્ધી કોબી જુવારના મુઠીયામાં કોબી અને જુવારના લોટનું સંયોજન છે જે ભરપુર ફાઇબર અને મસ્ત સુગંધ ધરાવે છે. તમારા શરીરમાં કેલરીની માત્રા ઓછી કરવા આ મુઠીયા અજમાવવા જેવા છે પણ તેના વઘારમાં તેલનો ઉપયોગ ઓછી માત્રામાં કરવો. આ ગુજરાતી કોબીના મુઠીયા નાસ્તા માટે અતિ ઉત્તમ છે અને ફળ કે ફળના રસ સાથે જરૂરથી માણી શકાય એવા છે.

Cabbage Jowar Muthias recipe In Gujarati

કોબી જુવારના મુઠીયા ની રેસીપી - Cabbage Jowar Muthias recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૩ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

કોબી જુવારના મુઠીયા ની રેસીપી બનાવવા માટે
૧ કપ ખમણોલી કોબી
૧ કપ જુવારનો લોટ
૧/૪ કપ લો ફૅટ દહીં
૧ ટેબલસ્પૂન સમારેલી કોથમીર
૧/૨ ટેબલસ્પૂન લીંબુનો રસ
૧ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ
૧ ટીસ્પૂન લસણની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન હળદર
૧/૨ ટીસ્પૂન હીંગ
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરૂ
૩ to ૪ કડીપત્તાં

સજાવવા માટે
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
કાર્યવાહી
    Method
  1. કોબી જુવારના મુઠીયા ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં કોબી, જુવારનો લોટ, દહીં, કોથમીર, લીંબુનો રસ, આદુ-લીલા મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ, ૧/૪ ટીસ્પૂન હીંગ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ૧/૪ કપ પાણી વડે સુંવાળી કણિક તૈયાર કરો.
  2. આ કણિકના ૨ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૨૫ મી. મી. (૫") લાંબો ગોળ નળાકાર બનાવી લો.
  3. હવે એક તેલ ચોપડેલી ચારણીમાં આ તૈયાર કરેલા ૨ રોલ મૂકીને ચારણીને બાફવવાના વાસણમાં મૂકી ૨૦ થી ૨૫ મિનિટ સુધી બાફી લીધા પછી તેને ઠંડા થવા બાજુ પર રાખો.
  4. જ્યારે રોલ સંપૂર્ણ ઠંડા થઈ જાય ત્યારે તેના ૧૩ મી. મી. (૧/૨")ની જાડાઇના ટુકડા પાડી બાજુ પર રાખો.
  5. હવે એક પહોળા ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમા જીરૂ મેળવો.
  6. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે બાકી રહેલી ૧/૪ ટીસ્પૂન હીંગ તથા કડીપત્તાં ઉમેરી થોડી સેકંડ સુધી સાંતળી લો.
  7. તે પછી તેમાં ટુકડા કરેલા મુઠીયા ઉમેરી ફળવેથી ઉપર નીચે હલાવીને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ અથવા મુઠીયા હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી રાંધી લો.
  8. કોથમીર વડે સજાવીને લીલી ચટણી સાથે ગરમા-ગરમ પીરસો.

Reviews