You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ > ચોખાની વાનગીઓ > લૉ કૅલરી ચોખાની વાનગીઓ > ગાજર અને મગની દાળનો પુલાવ ગાજર અને મગની દાળનો પુલાવ | Carrot and Moong Dal Pulao તરલા દલાલ વહેલી સવારમાં જ્યારે બહુ ઉતાવળ હોય પણ તમને કોઇ સ્વાદિષ્ટ વાનગી બનાવીને ઓફીસમાં લઇ જવાની ઇચ્છા હોય અથવા રાત્રે જ્યારે તમે થાકી ગયા હો પણ તમારા પ્રિયજનો માટે એક પૌષ્ટિક જમણ ઝટપટ બનાવવું હોય, તેવા સમયે આ વાનગી ખૂબજ યોગ્ય ગણી શકાય. તેમાં ઉમેરવામાં આવેલા ગાજર અને લીલી મગની દાળ તેને રંગીન અને પૌષ્ટિક બનાવે છે, જ્યારે વિવિઘ મસાલા તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે અને આ ઝટપટ અને સહેલાઇથી બનતો ગાજર અને મગની દાળનો પુલાવ એક સંપૂર્ણ આહાર પણ બને છે. તમારી પાસે સમય હાય ત્યારે તમે આ પુલાવને કોઇપણ ટમેટાવાળી ગ્રેવીની ભાજી સાથે પીરસો અથવા ઉતાવળમાં હો ત્યારે પ્રેમથી દહીં સાથે પીરસો. Post A comment 19 Dec 2016 This recipe has been viewed 6293 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD कॅरट एण्ड मूंग दाल पुलाव - हिन्दी में पढ़ें - Carrot and Moong Dal Pulao In Hindi Carrot and Moong Dal Pulao - Read in English ગાજર અને મગની દાળનો પુલાવ - Carrot and Moong Dal Pulao recipe in Gujarati Tags ડબ્બા ટ્રીટસ્લૉ કૅલરી ચોખાની વાનગીઓપ્રેશર કૂકરમાં બનતિ રેસિપિપ્રેશર કૂકરમાં બનતા ભાતની રેસિપિપ્રેશર કૂકરમાં બનતિ રેસિપિઝટ-પટ ચોખાના વ્યંજન તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૨ મિનિટ   કુલ સમય : ૨૨ મિનિટ    ૪માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૧ કપ સમારેલા ગાજર૨ ટેબલસ્પૂન લીલી મગની દાળ , ધોઇને નીતારી લીધેલી૧ કપ ચોખા , ધોઇને નીતારી લીધેલા૧ ટેબલસ્પૂન તેલ૨ લવિંગ૨૫ મિલીમીટર (૧”)નો તજનો ટુકડો૧ તમાલપત્ર૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા૧ ૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર મીઠું , સ્વાદાનુસારપીરસવા માટે તાજું દહીં કાર્યવાહી Methodએક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી, તેમાં લવિંગ, તજ અને તમાલપત્ર મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં કાંદા અને મરચાં પાવડર મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.છેલ્લે તેમાં ગાજર, ચોખા, મગની દાળ, મીઠું અને ૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.તાજા દહીં સાથે ગરમ ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/carrot-and-moong-dal-pulao-gujarati-716rગાજર અને મગની દાળનો પુલાવMittal Khanna on 10 Jul 17 04:14 PM5Carrot and Moong Dal Pulao, good recipe PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન