ઓટસ્ અને કિસમિસની કુકિઝ | Oat and Raisin Cookies ( Healthy Heart and Low Cholesterol Recipe)

ઓછા ફાઈબરવાળા મેંદાની અવેજીમાં ઓટસ્ એક ઉત્તમ વિકલ્પ છે અને કિસમિસ વડે બનતી આ કુકિઝ પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ છે. બીજા સુકા મેવાની તુલનામાં કિસમિસ સૌથી ઓછી ચરબી ધરાવે છે તેથી આ કુકીઝ પૌષ્ટિક ને સ્વાદિષ્ટ બને છે. કિસમિસ આ કુકીઝમાં મીઠાશ પ્રદાન કરે છે જેથી સાકરનો ઉપયોગ ઓછો થાય છે. પણ, અહીં યાદ રાખવાનું કે તંદુરસ્તી માટે કુકિઝનું સેવન મર્યાદિત પ્રમાણમાં જ કરવું અને એક સમયે બે થી વધુ કુકીઝ ન ખાવા.

Oat and Raisin Cookies ( Healthy Heart and Low Cholesterol Recipe) In Gujarati

This recipe has been viewed 5057 times

ओटस् और किशमिश की कुकीज़ - हिन्दी में पढ़ें - Oat and Raisin Cookies ( Healthy Heart and Low Cholesterol Recipe) In Hindi 


ઓટસ્ અને કિસમિસની કુકિઝ - Oat and Raisin Cookies ( Healthy Heart and Low Cholesterol Recipe) in Gujarati

તૈયારીનો સમય:    બેકિંગનું તાપમાન:  ૧૮૦° સે. (૩૬૦° ફે.)   બેકિંગનો સમય:  ૪૦ થી ૪૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૯કુકિઝ માટે
મને બતાવો કુકિઝ

ઘટકો
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરીને મિશ્રણ એકબંધ થાય તે રીતે હળવેથી મિક્સ કરી લો.
  2. હવે બેકિંગ ટ્રે પર એક એલ્યુમિનીયમની ફોઈલ પાથરી લો.
  3. તૈયાર કરેલા મિશ્રણના ૯ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૫૦ મી. મી. (૨")ના ગોળાકાર બનાવી પાતળી કુકિઝ તૈયાર કરો.
  4. આમ તૈયાર કરેલી કુકિઝને બેકિંગ ટ્રે પર લાઈનમાં ગોઠવી, આગળથી ગરમ કરેલા ઓવનમાં ૧૮૦° સે. (૩૬૦° ફે. ) તાપમાન પર ૩૫ થી ૪૦ મિનિટ સુધી બેક કરી લો. વચ્ચે એક વખત ૨૦ મિનિટ પછી કુકિઝને ઉથલાવી લેશો.
  5. ઠંડી પાડયા પછી હવાબંધ બરણીમાં ભરી રાખો.
Nutrient values એક કુકી માટે

ઊર્જા
૭૮ કૅલરી
પ્રોટીન
૧.૪ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૧૩.૧ ગ્રામ
ચરબી
૨.૨ ગ્રામ
ફાઈબર
૦.૩ ગ્રામ

Reviews