રશિયન સલાડ સેન્ડવીચ | વેજ રશિયન સલાડ સેન્ડવીચ | ભારતીય સ્ટાઇલની કોલ્ડ રશિયન સલાડ સેન્ડવિચ | Russian Salad Sandwich

રશિયન સલાડ સેન્ડવીચ | વેજ રશિયન સલાડ સેન્ડવીચ | ભારતીય સ્ટાઇલની કોલ્ડ રશિયન સલાડ સેન્ડવિચ | Russian salad sandwich in gujarati | with 15 amazing images.

રશિયન સલાડ સેન્ડવીચ ઠંડી સેન્ડવીચ છે, જે ગરમીના દીવસો માટે એક આદર્શ વાનગી ગણી શકાય. આ સેન્ડવીચમાં સમારેલા અનેનાસ બાકીની બીજી વસ્તુઓ સાથે ભળીને સહેજ ખટ્ટો અને કરકરો અનુભવ કરાવે છે. આ સેન્ડવીચમાં મરીનો પાવડર તાજો બનાવીને ઉમેરશો તો તે વધુ મજેદાર બનશે.

Russian Salad Sandwich recipe In Gujarati

રશિયન સલાડ સેન્ડવીચ | વેજ રશિયન સલાડ સેન્ડવીચ | ભારતીય સ્ટાઇલની કોલ્ડ રશિયન સલાડ સેન્ડવિચ | - Russian Salad Sandwich recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૬ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૩/૪ કપ સમારીને બાફેલા મિક્સ શાક (ગાજર , લીલા વટાણા અને ફણસી)
૧/૨ કપ મેયોનીઝ
૨ ટેબલસ્પૂન તાજું ક્રીમ
૧/૪ કપ સમારેલા કેન્ડ અનેનાસ
૧/૪ કપ બાફી , છોલીને સમારેલા બટાટા
મીઠું અને તાજો પાવડર કરેલા મરી , સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ
બ્રેડની સ્લાઇસ (કીનારીઓ કાપી લીધેલી)
માખણ , ચોપડવા માટે

પીરસવા માટે
ટમેટા કેચપ
બટાટાની વેફર
કાર્યવાહી
રશિયન સલાડ માટે

    રશિયન સલાડ માટે
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
  2. આ મિશ્રણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. સાફ અને સૂકી જગ્યા પર બ્રેડની ૨ સ્લાઇસ મૂકી, દરેક પર થોડું માખણ ચોપડી લો.
  2. હવે તૈયાર કરેલા રશિયન સલાડના મિશ્રણનો એક ભાગ બ્રેડની માખણ ચોપડેલી સ્લાઇસની મધ્યમમાં મૂકી સરખી રીતે પાથરી લો.
  3. તે પછી તેની પર માખણ ચોપડેલી બીજી બ્રેડની સ્લાઇસ માખણ ચોપડેલો ભાગ અંદર રહે તે રીતે મૂકી સેન્ડવીચ તૈયાર કરો.
  4. તે પછી સેન્ડવીચને ત્રાંસી રીતે કાપી તેના બે ભાગ પાડી લો.
  5. રીત ૧ થી ૪ મુજબ બીજી ૩ સેન્ડવીચ તેયાર કરી લો.
  6. ટમેટા કેચપ અને બટાટાની વેફર સાથે તરત જ પીરસો.
વિગતવાર ફોટો સાથે રશિયન સલાડ સેન્ડવીચ | વેજ રશિયન સલાડ સેન્ડવીચ | ભારતીય સ્ટાઇલની કોલ્ડ રશિયન સલાડ સેન્ડવિચ | ની રેસીપી

જો તમને રશિયન સલાડ સેન્ડવીચ ગમે

  1. અમારી વેબસાઇટ પર સેન્ડવિચ રેસીપીઓનો વિશાળ સંગ્રહ છે. તેથી, આ રશિયન સલાડ સેન્ડવિચ રેસીપી | વેજ રશિયન સલાડ સેન્ડવીચ | ભારતીય સ્ટાઇલની કોલ્ડ રશિયન સલાડ સેન્ડવિચ | russian salad sandwich in gujarati | સિવાય તમે અન્ય વાનગીઓ અજમાવી શકો છો જેમ કે:

રશિયન સલાડ બનાવવા માટે

  1. રશિયન સલાડ સેન્ડવીચ બનાવવા માટે | વેજ રશિયન સલાડ સેન્ડવીચ | ભારતીય સ્ટાઇલની કોલ્ડ રશિયન સલાડ સેન્ડવિચ | russian salad sandwich in gujarati | પ્રથમ શાકભાજી કાપીને ઉકાળો અને તૈયાર રાખો. અમે ગાજર , લીલા વટાણા અને ફણસીનો ઉપયોગ કરી રહ્યા છીએ. આપણને કુલ ૩/૪ કપ બાફેલા મિક્સ શાક જરૂર છે.
  2. એક મિકસિંગ બાઉલ લો અને તેમાં શાકભાજી ઉમેરો. તમે રશિયન સલાડ સેન્ડવિચમાં સમારેલી સેલરી ઉમેરી શકો છો.
  3. પછી તેમાં મેયોનેઝ ઉમેરો. તમે સ્ટોરમાંથી ખરીદેલા મેયોનેઝનો ઉપયોગ કરી શકો છો અથવા તમે ઘરે મેયોનેઝ બનાવી શકો છો.
  4. પછી, તેમાં તાજું ક્રીમ ઉમેરો.
  5. હવે, સમારેલા કેન્ડ અનેનાસ ઉમેરો. તમે તાજા અનેનાસનો ઉપયોગ પણ કરી શકો છો પરંતુ તે થોડા ખાટા હોઈ શકે છે, કેન્ડ વધુ સારું છે.
  6. તેમાં સમારેલા અને બાફેલા બટાકા પણ નાંખો. અમે બટાટાને અલગથી બાફ્યા છે કારણ કે તે અન્ય શાકભાજી કરતાં ઉકાળવા માટે વધુ સમય લેશે.
  7. સ્વાદ પ્રમાણે મીઠું નાખો.
  8. છેલ્લે, સ્વાદ માટે તાજા પાવડર કરેલા મરી ઉમેરો.
  9. બધું બરાબર ભળી જાય ત્યાં સુધી એક ચમચીથી સાથે બરાબર મિક્સ કરી લો.
  10. તેને ૪ સમાન ભાગોમાં વહેંચો અને બાજુમાં રાખો.

રશિયન સલાડ સેન્ડવીચ બનાવવા માટે

  1. સ્વચ્છ, સુખી સપાટી પર ૨ બ્રેડના સ્લાઇસ મૂકો.
  2. દરેક બ્રેડ સ્લાઈસમાં થોડું માખણ ચોપડી લો.. અમે દરેક બ્રેડ સ્લાઈસ પર ૧/૨ ટીસ્પૂન માખણનો ઉપયોગ કર્યો છે પરંતુ તમે ઓછી માત્રામાં ઉપયોગ કરી શકો છો.
  3. ૧ માખણ ચોપડેલી બ્રેડ સ્લાઇસના મધ્યમમાં તૈયાર રશિયન સલાડનો ૧ ભાગ મૂકો.
  4. ચમચીની મદદથી તેને સરખે ભાગે ફેલાવો.
  5. તે પછી તેની પર માખણ ચોપડેલી બીજી બ્રેડની સ્લાઇસ માખણ ચોપડેલો ભાગ અંદર રહે તે રીતે મૂકી સેન્ડવીચ તૈયાર કરો.
  6. તે પછી રશિયન સલાડ સેન્ડવીચને | વેજ રશિયન સલાડ સેન્ડવીચ | ભારતીય સ્ટાઇલની કોલ્ડ રશિયન સલાડ સેન્ડવિચ | Russian salad sandwich in gujarati | ત્રાંસી રીતે કાપી તેના બે ભાગ પાડી લો.
  7. રીત ૧ થી ૬ મુજબ વધુ ૩ રશિયન સલાડ સેન્ડવિચ તેયાર કરી લો.
  8. રશિયન સલાડ સેન્ડવિચને ટમેટા કેચપ અને બટાટાની વેફર સાથે તરત જ પીરસો.
     

Reviews