બ્રેડ બટર પુડિંગ | ઇંડા વગરનું બ્રેડ બટર પુડિંગ | કસ્ટર્ડ બ્રેડ બટર પુડિંગ | Bread and Butter Pudding, Eggless Bread and Butter Pudding Recipe

બ્રેડ બટર પુડિંગ | ઇંડા વગરનું બ્રેડ બટર પુડિંગ | કસ્ટર્ડ બ્રેડ બટર પુડિંગ | eggless bread butter pudding in gujarati | with 23 amazing images.

બ્રેડ ઍન્ડ બટર પુડીંગ એક અતિ પ્રખ્યાત બ્રીટીશ વાનગી છે જે બનાવવામાં અતિ સરળ છે. આજે પણ તે મુંબઇની ઇરાની હોટેલમાં મળતી વાનગીમાં વધુ ખપતી વાનગી રહી છે.

કસ્ટર્ડ જેવું સૉસ તૈયાર કરી બ્રેડ પર રેડી, તેને કીસમીસ અને સૂકા મેવા વડે સજાવી લીધા પછી ઉપર થોડી બ્રાઉન શુગર અને માખણ છાંટી મસ્ત મજેદાર કરકરૂં કોટીંગ મેળવવા તેને બેક કરી લો એટલે મજેદાર કસ્ટર્ડ બ્રેડ બટર પુડિંગ તૈયાર.

Bread and Butter Pudding, Eggless Bread and Butter Pudding Recipe In Gujarati

This recipe has been viewed 4926 times



બ્રેડ ઍન્ડ બટર પુડીંગ ની રેસીપી - Bread and Butter Pudding, Eggless Bread and Butter Pudding Recipe in Gujarati

તૈયારીનો સમય:    બેકિંગનું તાપમાન:  ૧૮૦° સે (૩૬૦° ફે)   બેકિંગનો સમય:  ૪૦ થી ૪૫ મિનિટ   બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

બ્રેડ બટર પુડિંગ માટે
તાજી બ્રેડ સ્લાઇસ
૩ ટેબલસ્પૂન માખણ
૨ ટેબલસ્પૂન કસ્ટર્ડ પાવડર
૧/૪ કપ સાકર
૨ કપ દૂધ
૧/૨ ટીસ્પૂન વેનીલા ઍક્સટ્રૅક્ટ અથવા વેનીલા એસેન્સ
૨ ટેબલસ્પૂન સમારેલા અખરોટ
૨ ટેબલસ્પૂન સમારેલી કાળી કિસમિસ
૧ ટેબલસ્પૂન બ્રાઉન સુગર
૨ ટેબલસ્પૂન ઓગાળેલું માખણ

સજાવવા માટે
૧/૪ ટીસ્પૂન જાયફળ પાવડર
કાર્યવાહી
બ્રેડ બટર પુડિંગ બનાવવા માટે

    બ્રેડ બટર પુડિંગ બનાવવા માટે
  1. બ્રેડ બટર પુડિંગ બનાવવા માટે, નાના બાઉલમાં ૧/૪ કપ દૂધ સાથે કસ્ટર્ડ પાવડર ભેગું કરો.
  2. ૧ ૩/૪ કપ દૂધને ઊંડા નોનસ્ટીક પેનમાં ઉકાળો. સાકર ઉમેરો અને પછી ધીમે ધીમે કસ્ટર્ડ-દૂધના મિશ્રણ ઉમેરો, મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધો, જેથી કોઈ ગઠ્ઠો ના રહે.
  3. ધીમી આંચ પર ૫ મિનિટ સુધી અથવા સૉસ ઘટ્ટ થાય અને સ્મૂધ બને ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહો.
  4. વેનીલા ઍક્સટ્રૅક્ટ ઉમેરો અને સારી રીતે મિક્સ કરી દો. બાજુ પર રાખો.
  5. સ્વચ્છ, સૂકી સપાટી પર ૬ બ્રેડના ટુકડા મૂકો. દરેક સ્લાઈસની એક બાજુએ ૧/૨ ટેબલસ્પૂન માખણ લગાવો અને બ્રેડના ટુકડા કરો.
  6. આ ટુકડાને ઑવનપ્રુફ ૧૭૫ મી. મી. (૭”) ગોળાકારની કાંચની ડીશમાં માખણ લગાડેલો ભાગ ઉપર રહે તે રીતે ગોઠવીને બાજુ પર રાખો.
  7. બ્રેડના ટુકડા પર અખરોટ અને કાળી કિસમિસ નાખો અને તેની ઉપર સરખી રીતે કસ્ટર્ડ સૉસ રેડો.
  8. ઉપરથી બ્રાઉન શુગર સરખી રીતે નાખો અને તેના પર પીગળાવેલું માખણને સરખી રીતે રેડો.
  9. તેના પર જાયફળનો પાવડર સરખી રીતે છાંટો.
  10. પ્રી-હીટેડ ઓવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) પર ૩૫ થી ૪૦ મિનિટ માટે બેક કરો.
  11. ઇંડા વગરના બ્રેડ બટર પુડિંગને ગરમાગરમ પીરસો.

હાથવગી સલાહ:

    હાથવગી સલાહ:
  1. આ પુડીંગ જે ડીશમાં બેક થાય છે તેમાં જ પીરસવામાં આવે છે, એટલે કાંચની ડીશનો જ ઉપયોગ કરવો, નહીં કે એલ્યુમીનીયમની ડીશનો.

Reviews