રીસોતો એક ઉત્તમ ઇટાલીયન વાનગી છે જે અરબોરિયો ભાત અને ચીઝ વડે બને છે. આ રીસોતો થોડા નરમ નહી અને ઘટ્ટ નહીં એવા અને સૌમ્ય ખુશ્બુદાર હોવાથી મોઢામાં મૂક્તા જ સ્વાદિષ્ટ લાગશે એવો તેનો સ્વાદ છે જે જમણમાં ફક્ત એક ડીશ તરીકે પણ પીરસી શકાય એવા છે. તો, આ અસલી ક્રીમી મશરૂમ રીસોતો જે અરબોરિયા ભાત, વેજીટેબલ સ્ટોક, મશરૂમ, ક્રીમ, ચીઝ અને પ્રમાણસર સીસનીંગ વડે બનતી આ વાનગીનો સ્વાદ માણો. આમ તો આ વાનગી એક ડીશ તરીકે મજેદાર જ છે પણ તેમાં તમે પ્રોસેસ્ડ ચીઝના બદલે પરમેસન ચીઝનો ઉપયોગ પણ કરી શકો છો. ઉપરાંત તમે તેમાં એક કપ સ્ટોક ઉમેરી તેની બનાવટ વધૂ ઉત્તમ કરી શકો છો.