આલુ પાલક રોટી | Aloo Palak Paratha, Punjabi Aloo Palak Paratha

રોટી હોય કે શાક, બટાટા હંમેશાં તેમાં તેનો એક વિશિષ્ટ સ્વાદ ઉમેરે છે અને બાળકો અને મોટા લોકોને બહુ ભાવે છે. જ્યારે તમે તેમાં તાજા પાલકની ખૂબી, મલાઇદાર દહીં અને સ્ફૂર્તિદાયક ઘઉંનો લોટ ઉમેરો છો ત્યારે તમારા ડાઇનિંગ ટેબલ પર એક શક્તિથી ભરેલું જમણ તૈયાર થાય છે.

Aloo Palak Paratha, Punjabi Aloo Palak Paratha recipe In Gujarati

This recipe has been viewed 8831 times



આલુ પાલક રોટી - Aloo Palak Paratha, Punjabi Aloo Palak Paratha recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૨રોટી માટે
મને બતાવો રોટી

ઘટકો
૧ કપ બાફીને , છોલી અને મસળી લીધેલા બટેટા
૧ કપ ઝીણી સમારેલી પાલક
૨ કપ ઘઉંનો લોટ
૧/૨ કપ ચણાનો લોટ
મીઠું , સ્વાદાનુસાર
૪ ટેબલસ્પૂન તાજું દહીં
૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૨ ટીસ્પૂન હળદર
૧ ટેબલસ્પૂન મગફળીનું તેલ
ઘઉંનો લોટ , વણવા માટે
મગફળીનું તેલ શેકવા માટે

પીરસવા માટે
તાજું દહીં
અથાણું
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, સારી રીતે મિક્સ કરી, પર્યાપ્ત માત્રામાં પાણી નાંખી,મસળીને નરમ અને સુંવાળીં કણિક તૈયાર કરો.
  2. કણિકના ૧૨ સરખા ભાગ પાડો.
  3. દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
  4. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી ૧ ટીસ્પૂન તેલની મદદથી દરેક રોટીને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
  5. તાજું દહીં અને તમારા પસંદના અથાણાં સાથે ગરમ-ગરમ પીરસો.

Reviews