સ્ટફડ શાહી પૂરી | Stuffed Shahi Puri

સ્ટફડ શાહી પૂરી તેના નામ પ્રમાણે ખરેખર શાહી વાનગી છે. અહીં ઘઉંનો લોટ અને મેથીની ભાજી વડે કણિક બનાવી તેમાં શાહી પનીરનું મિશ્રણ ભરીને પૂરી વણીને તેને તેલમાં તળવામાં આવી છે. મેથીના પાન અને નરમ પનીર મેળવીને બનતી આ પૂરી કદી ભૂલી ન શકાય એવા સ્વાદનો તમને જરૂરથી અનુભવ કરાવશે.

Stuffed Shahi Puri recipe In Gujarati

This recipe has been viewed 6031 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

स्टफ्ड शाही पूरी - हिन्दी में पढ़ें - Stuffed Shahi Puri In Hindi 
Stuffed Shahi Puri - Read in English 


સ્ટફડ શાહી પૂરી - Stuffed Shahi Puri recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧૨પૂરી માટે
મને બતાવો પૂરી

ઘટકો
૧ ૧/૨ કપ ઝીણી સમારેલી મેથીની ભાજી
૧ ૧/૨ કપ ઘઉંનો લોટ
૧/૪ ટીસ્પૂન બેકિંગ પાવડર
૧ ટેબલસ્પૂન તાજું દહીં
૨ ટેબલસ્પૂન પીગળાવેલું ઘી
મીઠું , સ્વાદાનુસાર

મિક્સ કરીને પૂરણ બનાવવા માટે
૩/૪ કપ ખમણેલું પનીર
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા મરચાં
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
મીઠું , સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ
તેલ , વણવા તથા તળવા માટે
કાર્યવાહી
કણિક માટે

    કણિક માટે
  1. મેથીની ભાજી પર મીઠું છાંટી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો. તે પછી તેને બન્ને હાથ વડે દબાવીને તેનું પાણી કાઢી નાંખો.
  2. તે પછી મેથીમાં બાકી રહેલી વસ્તુઓ મેળવી જરૂરી પાણી સાથે કઠણ કણિક તૈયાર કરો.
  3. આ કણિકના ૧૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. પૂરણના ૧૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
  2. કણિકના એક ભાગને ૭૫ મી. મી. (૩”)ના ગોળાકારમાં થોડા તેલની મદદથી વણી લો.
  3. તે પછી તેની મધ્યમાં પૂરણનો એક ભાગ મૂકી તેની કીનારીઓને મધ્યમાં વાળી પૂરણને સંપૂર્ણ બંધ કરી લો. તેને ફરી ૭૫ મી. મી. (૩”)ના ગોળાકારમાં થોડા તેલની મદદથી વણી લો.
  4. આ જ પ્રમાણે બાકી રહેલા ૧૧ ભાગને વણીને ૧૧ ભરેલી પૂરી તૈયાર કરી લો.
  5. એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સમયે થોડી-થોડી પૂરી નાંખી પૂરી બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી નીતારવા માટે ટીશ્યુ પેપર પર મૂકો.
  6. તરત જ પીરસો.

Reviews

સ્ટફડ શાહી પૂરી
 on 10 Jul 17 04:45 PM
5

Stuffed Shahi Puri, good recipe