પાલક મેથી ના મુઠિયા રેસીપી | પાલક અને મેથીના મુઠીયા | ગુજરાતી પાલક મેથી ના મુઠીયા | મુઠીયા ની રેસીપી | Palak Methi Na Muthia, Gujarati Recipe

પાલક મેથી ના મુઠિયા રેસીપી | પાલક અને મેથીના મુઠીયા | ગુજરાતી પાલક મેથી ના મુઠીયા | મુઠીયા ની રેસીપી | palak methi na muthia recipe in gujarati | with amazing 28 images.

લિજ્જત, પૌષ્ટિક્તા અને દેખાવમાં પાલક મેથી ના મુઠિયા મેદાન મારી જાય છે. પાલક અને મેથીની સોડમ એકબીજાનું સંતુલન કરી આ બાફેલા મુઠીયાને સ્વાદિષ્ટ બનાવે છે અને જે રાઇ અને તલના વઘારને કારણે વધુ સુગંધિત બને છે. પાલક અને મેથીના મુઠીયા જ્યારે પૌષ્ટિક લીલી ચટણી સાથે પીરસવામાં આવે છે ત્યારે એક લિજ્જતદાર નાસ્તો બને છે.

મુથિયા મોટાભાગે બાફેલા અને ખૂબ જ પૌષ્ટિક હોય છે પરંતુ, તમે સાંજના ક્રિસ્પી નાસ્તા બનાવવા માટે તેને ફ્રાય પણ કરી શકો છો. તેઓ ચા સાથે અથવા સાંજના નાસ્તામાં ખાઈ શકાય છે. લોકો કોબી, મગની દાળ, બીટરૂટ, દાળ વગેરેથી પણ મુઠીયા બનાવે છે. અમે અમારા મુઠીયાને પાલક અને મેથી સાથે બનાવ્યા છે જે આગળ પાલક પાલક મેથી ના મુઠિયા તરીકે ઓળખાય છે.

Palak Methi Na Muthia, Gujarati Recipe In Gujarati

પાલક મેથી ના મુઠિયા રેસીપી - Palak Methi Na Muthia, Gujarati Recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

પાલક મેથી ના મુઠિયા
૩ કપ સમારેલી પાલક
૧ ૧/૨ કપ બારીક સમારેલી મેથી
મીઠું , સ્વાદાનુસાર
૨ ટીસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ
૨ ટેબલસ્પૂન ઘઉંનો લોટ
૪ ટેબલસ્પૂન ચણાનો લોટ
૧ ટેબલસ્પૂન રવો
૧/૨ ટીસ્પૂન જીરું
ચપટી બેકીંગ સોડા
૧/૨ ટીસ્પૂન સાકર
૨ ૧/૪ ટીસ્પૂન તેલ
૧ ટીસ્પૂન રાઇ
૧ ટીસ્પૂન તલ
૧/૪ ટીસ્પૂન હીંગ

પાલક મેથી ના મુથિયા સાથે પીરસવા માટે
લીલી ચટણી
કાર્યવાહી
પાલક મેથી ના મુઠિયા બનાવવા માટે

    પાલક મેથી ના મુઠિયા બનાવવા માટે
  1. પાલક મેથી ના મુઠિયા બનાવવા માટે, એક પ્લેટમાં પાલક, મેથી અને થોડું મીઠું નાખી, સારી રીતે મિક્સ કરો અને લગભગ ૫ મિનિટ માટે બાજુ પર રાખો.
  2. પાલક અને મેથીને નિચોવીને પાણી કાઢી એક બાઉલમાં મૂકો.
  3. આદુ-લીલા મરચાંની પેસ્ટ, ઘઉંનો લોટ, ચણાનો લોટ, રવો, જીરું, બેકીંગ સોડા, સાકર, મીઠું અને ૧ ટીસ્પૂન તેલ ઉમેરીને એકદમ નરમ કણિક બાંધો.
  4. તમારા હાથ પર ૧/૪ ટીસ્પૂન તેલ લગાવો અને લોટને ૪ સરખા ભાગમાં વહેંચો. દરેક ભાગને ઘાટ આપી લગભગ ૧૫૦ મી. મીં. (૬”)ની લંબાઇ અને ૨૫ મી. મી. (૧”)ના વ્યાસનો નળાકાર રોલ બનાવો.
  5. રોલ્સને ગ્રીસ કરેલી ચાળણી પર ગોઠવો અને સ્ટીમરમાં ૨૦ થી ૨૫ મિનિટ સુધી બાફી લો.
  6. સ્ટીમરમાંથી બહાર કાઢી થોડું ઠંડું થવા દો અને પછી તેને ૧૨ મી. મી. (૧/૨ ”)ના સ્લાઇસમાં કાપી બાજુ પર રાખો.
  7. વધાર માટે, એક ઊંડા પેનમાં બાકીનું ૧ ટીસ્પૂન તેલ ગરમ કરો અને તેમાં રાઇ અને તલ ઉમેરો.
  8. જ્યારે દાણા તતડવા લાગે, ત્યારે તેમાં હિંગ ઉમેરીને ૧૫ સેકન્ડ માટે સાંતળો.
  9. સ્લાઇસ કરેલા પાલક મેથી ના મુથિયા ઉમેરો, ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળી લો.
  10. પાલક મેથી ના મુઠિયા ને લીલી ચટણી સાથે ગરમાગરમ પીરસો.

હાથવગી સલાહ

    હાથવગી સલાહ
  1. પાલક મેથી ના મુઠિયા ને પુરી રીતે બફાતા મધ્યમ તાપ લગભગ ૨૦ મિનિટ લાગશે.
  2. પાલક મેથી ના મુઠિયા તૈયાર છે કે નહીં તે તપાસવા માટે, તેના મધ્યમાં ટૂથપીક નાખો. જો તે સાફ થઈ જાય તો પાલક મેથી ના મુથિયા રાંધાય ગયા છે.

Reviews