ક્રિસ્પી ફ્રાઈડ નૂડલ્સ રેસીપી | ફ્રાઈડ નૂડલ્સ | વેજ ચાયનીઝ ફ્રાઈડ નૂડલ્સ | ક્રિસ્પી નૂડલ્સ બનાવવાની રેસીપી | Crispy Fried Noodles, Chinese Fried Noodles

ક્રિસ્પી ફ્રાઈડ નૂડલ્સ રેસીપી | ફ્રાઈડ નૂડલ્સ | વેજ ચાયનીઝ ફ્રાઈડ નૂડલ્સ | ક્રિસ્પી નૂડલ્સ બનાવવાની રેસીપી | crispy fried noodles recipe in gujarati | with 14 amazing images.

ક્રિસ્પી ફ્રાઈડ નૂડલ્સ એ ભારતીય શૈલીના ક્રિસ્પી ફ્રાઈડ હક્કા નૂડલ્સ છે જે ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. ક્રિસ્પી ફ્રાઈડ નૂડલ્સ એ સ્વાદિષ્ટ સૂપને વધુ ઉત્તેજક બનાવવા માટે મદદ કરે છે!

જ્યારે કોઈપણ ચાઈનીઝ શાકભાજી અથવા ચાઈનીઝ સૂપની વાત આવે, તમે આ વેજ ચાયનીઝ ફ્રાઈડ નૂડલ્સને ક્યારે પણ ના નથી કરી શકતા, કારણ કે તે ખૂબ જ આકર્ષક છે. તો અહીં અમે તમારા માટે ઘરે ક્રિસ્પી ફ્રાઈડ નૂડલ્સ બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ.

Crispy Fried Noodles, Chinese Fried Noodles recipe In Gujarati

ક્રિસ્પી ફ્રાઈડ નૂડલ્સ રેસીપી - Crispy Fried Noodles, Chinese Fried Noodles recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૩ કપ માટે
મને બતાવો કપ

ઘટકો

ક્રિસ્પી ફ્રાઈડ નૂડલ્સ માટે
પેકેટ (૧૫૦ ગ્રામ) હક્કા નૂડલ્સ
૨ ટીસ્પૂન તેલ
મીઠું સ્વાદાનુસાર
તેલ, તળવા માટે
કાર્યવાહી
ક્રિસ્પી ફ્રાઈડ નૂડલ્સ બનાવવા માટે

    ક્રિસ્પી ફ્રાઈડ નૂડલ્સ બનાવવા માટે
  1. ક્રિસ્પી ફ્રાઈડ નૂડલ્સ બનાવવા માટે, એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ, મીઠું અને પૂરતું પાણી ભેગું કરો અને તેને ઉકળવા દો.
  2. એકવાર તે ઉકળવા લાગે પછી, નૂડલ્સ ઉમેરો અને મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધો. સારી રીતે ગાળી લો, તેને પાણીથી તાજું ન કરો, બાજુ પર રાખો અને તેને ૧૦ થી ૧૫ મિનિટ સુધી સંપૂર્ણપણે સૂકવવા દો.
  3. એક ઊંડી નૉન-સ્ટીક કઢાઈમાં તેલ ગરમ કરો, એક સમયે થોડા નૂડલ્સ ઉમેરો અને બધી બાજુઓથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી મધ્યમ તાપ પર તળી લો. તેને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા કરી લો અને બાજુ પર રાખો.
  4. બાકીના નૂડલ્સને ડીપ-ફ્રાય કરવા માટે સ્ટેપ ૩નું પુનરાવર્તન કરો.
  5. સંપૂર્ણપણે ઠંડુ કરો અને ધીમેધીમે તેના ટુકડા કરો.
  6. ક્રિસ્પી તળેલા નૂડલ્સને એર-ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો અને જરૂર મુજબ ઉપયોગ કરો.

Reviews