જાફરાની પુલાવ | Zaffrani Pulao

મોઘલાઇ જમણ અજમાવ્યા પછી ખબર પડી જાય છે કે કેસર મોઘલાઇ જમણનું એક મહત્વનું અંગ છે અને તેના ઉપયોગથી ઘણી બધી વાનગીઓ પણ બનાવી શકાય છે. જાફરાની પુલાવ એક સાદી ભાતની વાનગી છે જેને કેસરથી સ્વાદિષ્ટ બનાવવામાં આવી છે. પનીર, કાજૂ અને કીસમીસનો ઉમેરો આ પુલાવને શાહી બનાવે છે. તે ઉપરાંત આ વાનગી તમને ખુબજ ગમશે કારણકે તે ઝટપટ પણ બને છે.

Zaffrani Pulao recipe In Gujarati

This recipe has been viewed 5309 times

Zaffrani Pulao - Read in English 


જાફરાની પુલાવ - Zaffrani Pulao recipe in Gujarati

તૈયારીનો સમય:    પલાળવાવાનો સમય:  ૧૫ મિનિટ   બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ ૧/૪ કપ બાસમતી ચોખા
૧/૪ ટીસ્પૂન કેસરના રેસા
૨ ટીસ્પૂન ઠંડું દૂધ
૧ ૧/૨ ટેબલસ્પૂન તેલ
૧ કપ પનીરના ટુકડા
૧ ટેબલસ્પૂન ઘી
તમાલપત્ર
એલચી
૩ થી ૪ તજના ટુકડા
મીઠું , સ્વાદાનુસાર
૧/૪ કપ કીસમીસ

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન તળેલા કાજૂના ટુકડા
કાર્યવાહી
    Method
  1. બાસમતી ચોખા સાફ કરીને ૧૫ મિનિટ પલાળી રાખ્યા બાદ ધોઇને નીતારીને બાજુ પર રાખો.
  2. એક નાના બાઉલમાં ઠંડા દૂધ સાથે કેસરના રેસા મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  3. એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં પનીરના ટુકડા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી ઠંડા થવા બાજુ પર રાખો.
  4. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં તમાલપત્ર, એલચી અને તજ મેળવી મધ્યમ તાપ પર થોડી સેંકડ સાંતળી લો.
  5. તે પછી તેમાં ચોખા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  6. તે પછી તેમાં ૨ ૧/૨ કપ ગરમ પાણી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી વાસણને ઢાંકી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  7. ૭. છેલ્લે તેમાં કીસમીસ, પનીર અને કેસર-દૂધનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી વાસણને ઢાંકી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  8. ૮. કાજૂના ટુકડા વડે સજાવીને ગરમા ગરમ પીરસો.

Reviews