You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ઇંડા વગરની ડૅઝર્ટસ્ > લૉ કૅલરી મીઠાઇ / ડૅઝર્ટસ્ > ઓટસ્ અને મિક્સ નટસના લાડુ ની રેસીપી ઓટસ્ અને મિક્સ નટસના લાડુ ની રેસીપી | Oats and Mixed Nuts Ladoo ( Healthy Laddu) તરલા દલાલ મીઠાશનો સ્વાદ માણવો હોય ત્યારે આ ઓટસ્ અને મિક્સ નટસના લાડુનો સ્વાદ જરૂરથી માણો, જેમાં પૌષ્ટિક ઓટસ્, ગોળ અને નટસનું સંયોજન છે. ગોળની મીઠી ખુશ્બુ, ઓટસ્ નો પાવડર અને કરકરા નટસવાળા લાડુ તમને જરૂરથી ગમશે. આ ચટપટા લાડુ પૌષ્ટિક્તાના ધોરણે ૧૦/૧૦ માર્ક ધરાવે એવા છે કારણ કે ઓટસ્ કોલેસ્ટ્રોલ ઘટાડે છે, જ્યારે ગોળ અને તલ લોહતત્વ વધારે છે. બનાવવામાં અતિ સરળ આ નાસ્તાના લાડુ તાજા ખાઓ કે પછી ઠંડા પાડીને તેની મજા લો. જ્યારે તમને તમારા બાળકો માટે કંઇ મીઠી નાસ્તાની વાનગી તૈયાર કરવી હોય, ત્યારે આ લાડુ જરૂરથી બનાવીને તેમને રાજી કરી શકશો. Post A comment 25 May 2020 This recipe has been viewed 7445 times ओट्स लड्डू रेसिपी | ओट्स एण्ड मिक्स्ड नट्स लड्डू | हेल्दी ओट्स लड्डू | - हिन्दी में पढ़ें - Oats and Mixed Nuts Ladoo ( Healthy Laddu) In Hindi oats and mixed nuts ladoo recipe | healthy oats laddu | oats dry fruits ladoo | how to make oats laddu | - Read in English ઓટસ્ અને મિક્સ નટસના લાડુ ની રેસીપી - Oats and Mixed Nuts Ladoo ( Healthy Laddu) recipe in Gujarati Tags હેલ્ધી ઈન્ડિયન રેસીપીલૉ કૅલરી મીઠાઇ / ડૅઝર્ટસ્નૉન-સ્ટીક પૅનબાળકો માટે મીઠી વાનગીઓબાળકો માટે શક્તિદાયક આહારબાળકો માટે વજન વધારનાર વ્યંજનડાયાબિટીસ રેસિપી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૬ મિનિટ   કુલ સમય : ૧૬ મિનિટ    ૮ લાડુ માટે મને બતાવો લાડુ ઘટકો ઓટસ્ અને મિક્સ નટસના લાડુ ની રેસીપી બનાવવા માટે૧ કપ ક્વીક કુકિંગ રોલ્ડ ઓટસ્૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા અખરોટ૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી બદામ૨ ટેબલસ્પૂન તલ૨ ટીસ્પૂન ઘી૨ ટેબલસ્પૂન સમારેલું ગોળ૧/૨ ટીસ્પૂન એલચી પાવડર૨ ટેબલસ્પૂન લો ફૅટ દૂધ કાર્યવાહી Methodઓટસ્ અને મિક્સ નટસના લાડુ ની રેસીપી બનાવવા માટે, એક નૉન-સ્ટીક પેનને ગરમ કરી તેમાં ઓટસ્ મેળવી તેને મધ્યમ તાપ પર 3 મિનિટ સુધી સૂકા શેકી લીધા પછી તેને સંપૂર્ણ ઠંડા થવા બાજુ પર રાખો.એ જ પેનને ફરી ગરમ કરી તેમાં તલ મેળવી તેને મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી સૂકા શેકી લીધા પછી તેને પણ સંપૂર્ણ ઠંડા થવા બાજુ પર રાખો.ફરી એ જ પેનમાં ઘી અને ગોળ મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર સતત ફલાવતા રહી 1 મિનિટ સુધી રાંધી લો.હવે આ ગોળના મિશ્રણને એક ગોળ થાળીમાં કાઢીને તેને સહજ ઠંડું થવા દો.તે પછી તેમાં શેકેલા ઓટસ્, શેકેલા તલ, અખરોટ, બદામ અને એલચી પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.છેલ્લે તેમાં દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી લો.આ મિશ્રણના 8 સરખા ભાગ પાડી દરેક ભાગને ગોળ વાળીને તેના લાડુ તૈયાર કરી લો.તરત જ પીરસો Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન