You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય ઢોંસા > ઢોસા ઢોસા | Dosa ( South Indian Recipe) તરલા દલાલ ઇડલીની જેમ ઢોસા પણ દક્ષિણ ભારતીય વાનગીઓમાં અતિ પ્રખ્યાત વાનગી છે, પાતળા અને કરકરા ઢોસા, ચોખા અને અડદની દાળના ખીરા વડે બનાવવામાં આવે છે. ઇડલી કરતાં પણ ઢોસા વધુ ઉત્તેજક ગણાય છે. ખરેખર તો ઇડલી બનાવવામાં સહેલી, આરામદાયક અને બાફેલી વાનગી ગણાય છે, જ્યારે ઢોસા તેનાથી વધુ તૃપ્ત કરનારા ગણાય છે. પારંપારિક રીતે તો ઢોસા લોખંડના તવા પર બનાવવામાં આવતા, પણ આજકાલ તે નૉન-સ્ટીક તવા પર તૈયાર કરવામાં આવે છે જેથી બનાવવામાં બહુ સરળતા રહે છે. તમે ઢોસાને તેલ, ઘી અથવા ક્યારેક માખણ વડે શેકી શકો છો. ઢોસા ગરમ અને કરકરા, ચટણી અથવા સાંભર સાથે ખાવાની જ મજા આવે છે. જો તમે ઢોસા થોડા સમય પછી બનાવવા માંગતા હો તો તેને થોડા જાડા તૈયાર કરવા, જેથી તે થોડા સમય પછી નરમ અને લવચીક રહેશે. Post A comment 02 Jan 2020 This recipe has been viewed 20357 times डोसा रेसिपी | सादा डोसा | डोसा बैटर के साथ | दक्षिण भारतीय डोसा | - हिन्दी में पढ़ें - Dosa ( South Indian Recipe) In Hindi dosa recipe | with dosa batter recipe | South Indian dosa | how to make dosa - Read in English ઢોસા - Dosa ( South Indian Recipe) in Gujarati Tags દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ |દક્ષિણ ભારતીય નાસ્તાદક્ષિણ ભારતીય ઢોંસાદક્ષિણ ભારતીય બ્રેકફાસ્ટમનગમતી રેસીપીદક્ષિણ ભારતીય લોકો ઈડલી અને ઢોસા નાસ્તા મા ગમે છેમનોરંજન માટેના નાસ્તા આથો આવવાનો સમય: ૧૨ કલાક   તૈયારીનો સમય: ૧૦ મિનિટ   પલાળવાનો સમય: ૨ કલાક   બનાવવાનો સમય: ૪૫ મિનિટ   કુલ સમય : ૮૯૫14 કલાક 55 મિનિટ    ૧૮ઢોસા માટે મને બતાવો ઢોસા ઘટકો ૧/૨ કપ અડદની દાળ૧ ટેબલસ્પૂન મેથી૧ કપ ઉકળા ચોખા ૧ કપ અર્ધઉકાળેલા ચોખા૨ ટેબલસ્પૂન જાડા પૌઆ મીઠું , સ્વાદાનુસાર ઘી , રાંધવા માટેપીરસવા માટે સાંભર નાળિયેરની ચટણી મલગાપડી પાવડર કાર્યવાહી Methodએક ઊંડા બાઉલમાં અડદની દાળ અને મેથી સાથે જરૂરી પાણી મેળવી ૪ કલાક સુધી પલાળી રાખો.બીજા એક ઊંડા બાઉલમાં જરૂરી પાણી સાથે ચોખા, અર્ધઉકાળેલા ચોખા અને જાડા પૌઆ ૪ કલાક સુધી પલાળી રાખો.હવે પલાળેલી અડદની દાળ અને મેથીના મિશ્રણને નીતારી મિક્સરમાં ૧ કપ પાણી સાથે મેળવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી એક ઊંડા બાઉલમાં કાઢી બાજુ પર રાખો.એ જ રીતે પલાળેલા ચોખા, અર્ધઉકાળેલા ચોખા અને જાડા પૌઆના મિશ્રણને નીતારી મિક્સરમાં લગભગ ૧ કપ પાણી સાથે મેળવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી મિશ્રણને આગળ તૈયાર કરેલા અડદની દાળ અને મેથીના મિશ્રણમાં ભેગી કરી તેમાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.આ મિશ્રણને ઢાંકીને આથો આવવા માટે ગરમ જગ્યા પર ૧૨ કલાક માટે રાખો.એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડું પાણી છાંટીને કપડા વડે તવાને વ્યવસ્થિત રીતે સાફ કરી લો.તે પછી તેની પર એક ચમચા જેટલું ખીરૂ રેડીને ગોળ ફેરવીને ૨૨૫ મી. મી. (૯”)ના ગોળાકારમાં ઢોસા તેયાર કરો.હવે આ ઢોસાની મધ્યમાં અને તેની કીનારીઓ પર ઘી રેડીને ઉંચા તાપ પર ઢોસા બ્રાઉન થઇને કરકરા બને ત્યાં સુધી રાંધી લો.આ ઢોસાને અર્ધગોળાકારમાં વાળી લો.આ જ પ્રમાણે બાકી રહેલા ખીરા વડે વધુ ૧૭ ઢોસા તૈયાર કરો.તરત જ નાળિયેરની ચટણી કે પછી મલગાપડી પાવડર અને સાંભર સાથે પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન