ગાજર નો હલવો રેસીપી | ઝટપટ બનતો ગાજર નો હલવો | માવા વાળો ગાજર નો હલવો | ગાજર નો હલવો બનાવવાની રીત | Gajar ka Halwa, Quick Gajar Halwa Recipe તરલા દલાલ ગાજર નો હલવો રેસીપી | ઝટપટ બનતો ગાજર નો હલવો | માવા વાળો ગાજર નો હલવો | ગાજર નો હલવો બનાવવાની રીત | quick gajar ka halwa in gujarati | with 20 amazing images. ગાજર નો હલવો રેસીપી એક પરંપરાગત આકર્ષણ છે જે ભારતીયોની દરેક પેઢીને ખુશ કરવાનું ચાલુ રાખે છે! અહીં પ્રેશર કૂકરનો ઉપયોગ કરીને બનાવેલી ઝડપી ગાજર હલવાની રેસીપી છે. દૂધમાં રાંધાયેલા ગાજર એક સમૃદ્ધ સ્વાદ મેળવે છે અને મોંમાં ઓગળી જાય છે, જે માવાના ઉમેરાથી વધુ તીવ્ર બને છે. કારણ કે દૂધ અને માવાનો ઉપયોગ કરવામાં આવે છે, ઝટપટ બનતો ગાજર નો હલવો રેસીપીમાં વધુ ઘીની જરૂર પડતી નથી, તેમ છતાં તે એ જ જૂનો સમૃદ્ધ સ્વાદ અને સરસ માઉથ-ફીલ ધરાવે છે. Post A comment 05 Aug 2022 This recipe has been viewed 8631 times क्विक गाजर का हलवा रेसिपी | गाजर का हलवा | झटपट गाजर का हलवा | गाजर का हलवा प्रेशर कुकर में | - हिन्दी में पढ़ें - Gajar ka Halwa, Quick Gajar Halwa Recipe In Hindi quick gajar ka halwa recipe | gajar ka halwa recipe | gajar ka halwa in pressure cooker | carrot halwa | - Read in English Gajar Halwa (Quick Carrot Halwa) Video ગાજર નો હલવો રેસીપી - Gajar ka Halwa, Quick Gajar Halwa Recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપરંપરાગત ભારતીય મીઠાઈઓ રેસિપીઝડૅઝર્ટસ્ ના આધારીત વ્યંજનહલવાપ્રેશર કૂકરમાં બનતિ રેસિપિભારતીય પાર્ટીના વ્યંજનમનોરંજક ડૅઝર્ટસ્ તૈયારીનો સમય: ૨૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૫ મિનિટ   કુલ સમય : ૪૫ મિનિટ    ૦.૭૫ કપ માટે મને બતાવો કપ ઘટકો ગાજર ના હલવા માટે૨ કપ જાડું ખમણેલું ગાજર૧ ટેબલસ્પૂન ઘી૨ ટેબલસ્પૂન દૂધ૪ ટેબલસ્પૂન સાકર૪ ટેબલસ્પૂન ખમણેલો માવો૧ ટેબલસ્પૂન કિસમિસ૧ ટેબલસ્પૂન સમારેલી બદામ૧/૨ ટીસ્પૂન એલચીનો પાવડર કાર્યવાહી ગાજર નો હલવો બનાવવા માટેગાજર નો હલવો બનાવવા માટેગાજર નો હલવો બનાવવા માટે, પ્રેશર કૂકરમાં ઘી ગરમ કરો, તેમાં ગાજર ઉમેરો અને સતત હલાવતા રહીને મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી સાંતળી લો.દૂધ ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને ૧ સીટી વગાડવા સુધી પ્રેશર કુક કરો.ઢાંકણ ખોલતા પહેલા વરાળને બહાર નીકળવા દો.એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં નાખો, તેમાં સાકર ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને સતત હલાવતા રહીને ૫ થી ૭ મિનિટ સુધી ધીમા તાપે રાંધો.માવો ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને સતત હલાવતા રહીને વધુ ૧ થી ૨ મિનિટ રાંધી લો.તેમાં કિસમિસ, બદામ અને એલચી પાવડર ઉમેરીને હજી ૧ મિનિટ રાંધી લો.ગાજર ના હલવાને ગરમ-ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન