ઍપલ ઍન્ડ લેટીસ સલાડ વીથ મેલન ડ્રેસિંગ ની રેસીપી | Apple and Lettuce Salad with Melon Dressing ( Iron Rich Recipe )

આપણા શરીરમાં પાણી અને ઇલેકટ્રોલાઇટની સતત ભરપાઇ કરવા માટે તાજા ફળો અને શાકભાજીનો ઉમેરો એક સારો ઉપાય છે. આ વાનગી તે મેળવવાનો એક રસપ્રદ ઉપાય ગણી શકાય એવી છે.

ઍપલ ઍન્ડ લેટીસ સલાડ વીથ મેલન ડ્રેસિંગ સારા પ્રમાણમાં વિટામીન-એ અને વિટામીન-સી ધરાવે છે, જ્યારે તેમાં મેળવેલા બીન સ્પ્રાઉટસ્ માં સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે. તદ્ઉપરાંત, આ ડ્રેસિંગનો વધુ એક સારો ફાયદો છે તેમાં ઉમેરેલા સ્વાદિષ્ટ ફળો અને તાજા શાકભાજી સાથે મેળવેલું તેલ વગરનું શકરટેટીનું ડ્રેસિંગ જે વધુ પૌષ્ટિક અને બહુ જ મજેદાર છે.

Apple and Lettuce Salad with Melon Dressing ( Iron Rich Recipe ) In Gujarati

This recipe has been viewed 1460 timesઍપલ ઍન્ડ લેટીસ સલાડ વીથ મેલન ડ્રેસિંગ ની રેસીપી - Apple and Lettuce Salad with Melon Dressing ( Iron Rich Recipe ) in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧/૨ કપ સફરજનના ટુકડા
૧ કપ આઇસબર્ગ સલાડના પાન
૧/૨ કપ પાતળી લાંબી કાપેલી કોબી
૧/૪ કપ જાડા ખમણેલા ગાજર
૧/૪ કપ સિમલા મરચાંના ટુકડા (લાલ અને પીળા)
૧/૨ કપ બીન સ્પ્રાઉટસ્
૧/૪ કપ લીલી દ્રાક્ષ
૧ ટીસ્પૂન લીંબુનો રસ
મીઠું , સ્વાદાનુસાર

પીસીને શકરટેટીનું ડ્રેસિંગ તૈયાર કરવા માટે
૧/૨ કપ શકરટેટીની પ્યુરી
૧/૨ ટીસ્પૂન શેકીને ભુક્કો કરેલું જીરૂ
૧/૪ કપ સમારેલી કોથમીર
મીઠું અને તાજું પીસેલું કાળા મરીનું પાવડર , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. ઍપલ ઍન્ડ લેટીસ સલાડ વીથ મેલન ડ્રેસિંગ ની રેસીપી બનાવવા માટે એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે તૈયાર કરેલું ડ્રેસિંગ મેળવીને સારી રીતે ઉપર નીચે કરી મિક્સ કરી લો.
  2. ઍપલ ઍન્ડ લેટીસ સલાડ વીથ મેલન ડ્રેસિંગ તરત જ પીરસો.

Reviews