નાચની પનીરના પૅનકેક | Nachni Paneer Pancake, Ragi Paneer Pancake

કૅલ્શિયમ એક એવો પોષક તત્વ છે જે દરેક ઉમરના લોકોને તેમના શરીરના હાડકા અને દાંતની તંદુરસ્તી તથા વૃધ્ધિ અને જાળવણી માટે જરૂરી છે. અહીં આ પોષક તત્વયુક્ત સામગ્રી એટલે કે નાચનીનો ઉપયોગ કેમ કરવો એ બતાવવામાં આવ્યું છે. આમતો ઘણા બધા ઘરોમાં નાચનીનો ઉપયોગ થતો નથી પણ તે કૅલ્શિયમનું શ્રેષ્ટ સ્ત્રોત છે.

આ નાચની પનીરના પૅનકેકમાં કૅલ્શિયમ સમૃઘ્ઘ પનીર, ખુશ્બુદાર તલ, રસદાર કાંદા અને પ્રોટીનયુક્ત ચણાનો લોટ મેળવી સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર કરવામાં આવ્યા છે, જે ખરેખર મજેદાર પૂરવાર થાય એવા છે. આ પૅનકેક જેવા તૈયાર થઇ જાય કે તરત જ લીલી ચટણી સાથે પીરસસો ત્યારે તમારા કુંટુંબના દરેક સભ્ય જરૂરથી રાજી થઇ જશે.

Nachni Paneer Pancake, Ragi Paneer Pancake recipe In Gujarati

This recipe has been viewed 6273 times



નાચની પનીરના પૅનકેક - Nachni Paneer Pancake, Ragi Paneer Pancake recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૮ પૅનકેક માટે
મને બતાવો પૅનકેક

ઘટકો
૧ કપ નાચનીનો લોટ
૧/૨ કપ ખમણેલું લૉ ફેટ પનીર
૨ ટેબલસ્પૂન ચણાનો લોટ
૧ ટીસ્પૂન તલ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન આદૂની પેસ્ટ
મીઠું , સ્વાદાનુસાર
૨ ૧/૨ ટીસ્પૂન તેલ , ચોપડવા તથા રાંધવા માટે

પીરસવા માટે
લીલી ચટણી
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી સાથે લગભગ ૧ કપ જેટલું પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  2. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડી લો.
  3. તે પછી તેની પર એક ચમચા જેટલું ખીરૂં રેડી, ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના ગોળાકાર પૅનકેક તૈયાર કરો.
  4. આ પૅનકેકને ૧/૪ ટીસ્પૂન તેલ વડે તેની પર ગોલ્ડન બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી બન્ને બાજુએથી રાંધી લો.
  5. રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ બીજા ૮ પૅનકેક તૈયાર કરી લો.
  6. લીલી ચટણી સાથે તરત જ પીરસો.

Reviews