લેયર્ડ મસાલાવાળો વેજીટેબલ પુલાવ | Layered Spicy Vegetable Pulao

આ લેયર્ડ મસાલાવાળો વેજીટેબલ પુલાવ પોતાની રીતે જ સંપૂર્ણ આહાર ગણી શકાય એવો છે. આ સ્વાદિષ્ટ વાનગીમાં ભાતના થર પર વિવિધ શાકભાજી અને ટમૅટો કેચપમાં મૅરિનેટ કરેલા સિમલાં મરચાંનું મિશ્રણ પાથરવામાં આવ્યું છે. આ વાનગીમાં કડધાન્ય અને શાકભાજીથી માંડી ને વિવિધ મસાલા અને ટમૅટો કેચપ જેવી બધી જ સામગ્રીનો ઉમેરો કરવામાં આવ્યો છે અને અંતમાં તેને ભાતના થર પર પાથરીને બેક કરવામાં આવ્યું છે જેથી વિવિધ સ્વાદ એકમેકમાં ભળીને એકસમાન થઇ જાય.

Layered Spicy Vegetable Pulao recipe In Gujarati

This recipe has been viewed 4528 times

लेयर्ड स्पाईसी वेजिटेबल पुलाव - हिन्दी में पढ़ें - Layered Spicy Vegetable Pulao In Hindi 
Layered Spicy Vegetable Pulao - Read in English 


લેયર્ડ મસાલાવાળો વેજીટેબલ પુલાવ - Layered Spicy Vegetable Pulao recipe in Gujarati

તૈયારીનો સમય:    બેકિંગનું તાપમાન:  ૨૦૦° સે (૪૦૦° ફે)   બેકિંગનો સમય:  ૨૦ મિનિટ   બનાવવાનો સમય:    કુલ સમય :     ૬માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ કપ ચોખા , ધોઇને નીતારી લીધેલા
૩/૪ કપ સ્લાઇસ કરેલા સિમલા મરચાં
૩/૪ કપ સમારીને બાફેલા મિક્સ શાકભાજી (ફણસી , ગાજર અને લીલા વટાણા)
૩ ટેબલસ્પૂન તેલ
૨ ૧/૨ ટીસ્પૂન સાકર
૧૨ મિલીમીટર મી.મી. (૧/૨”)નો તજનો ટુકડો
લવિંગ
મીંઠું , સ્વાદાનુસાર
૬ ટેબલસ્પૂન ટમૅટો કેચપ
૨ ટીસ્પૂન ચીલી સૉસ
૧/૨ કપ પાતળી સ્લાઇસ કરેલા કાંદા
તેલ , ચોપડવા માટે

મિક્સ કરીને સુંવાળી પેસ્ટ બનાવવા માટે
૨૫ મિલીમીટર (૧”) નો આદૂનો ટુકડો
લીલા મરચાં , સમારેલા
૩/૪ ટીસ્પૂન મરચાં પાવડર
૧ ટીસ્પૂન જીરૂ
લવિંગ
૨૫ મિલીમીટર મી.મી. (૧”) નો તજનો ટુકડો
૨ ટીસ્પૂન વિનેગર
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં તૈયાર કરેલી પેસ્ટ અને સિમલા મરચાં ભેગા કરી, સારી રીતે મિક્સ કરી મેરિનેટ થવા માટે ૧૫ મિનિટ સુધી બાજુ પર રાખો.
  2. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ૨ ટેબલસ્પૂન તેલ ગરમ કરી, તેમાં સાકર મેળવીને ઓગળી જાય ત્યાં સુધી રાંધી લો.
  3. તે પછી તેમાં તજ અને લવિંગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો
  4. તે પછી તેમાં ચોખા, મીઠું અને ૧ ૧/૨ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી અથવા ચોખા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. જ્યારે ચોખા રંધાઇ જાય, ત્યારે તેને એક મોટી પ્લેટમાં કાઢી થોડા ઠંડા થવા દો.
  6. તે પછી તેમાં ૨ ટેબલસ્પૂન ટમૅટો કેચપ અને ૧/૨ ટીસ્પૂન ચીલી સૉસ નાંખી, સારી રીતે મિક્સ કરી લીધા પછી ભાતના ૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
  7. બાકી રહેલું ૧ ટેબલસ્પૂન તેલ એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ગરમ કરી, તેમાં કાંદા મેળવીને મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  8. એક ઊંડા બાઉલમાં મૅરિનેટ થયેલા સિમલા મરચાં, બાફેલા મિક્સ શાક, બાકી રહેલું ૪ ટેબલસ્પૂન ટમૅટો કેચપ અને બાકી રહેલું ૧ ૧/૨ ટીસ્પૂન ચીલી સૉસ, સાંતળેલા કાંદા અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  9. એક બેકિંગ ડીશ પર થોડું તેલ ચોપડી તેની પર ભાતનો એક ભાગ મૂકી સરખી રીતે પાથરી લો.
  10. તે પછી તેની પર મિક્સ શાકનું મિશ્રણ સરખી રીતે પાથરી લો.
  11. તે પછી ભાતનો બીજો ભાગ તેની પર સરખી રીતે પાથરી લો.
  12. બેકિંગ ડીશનું ઢાંકણ ઢાંકી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે) પર ૧૫ મિનિટ સુધી બેક કરી લો.
  13. તરત જ પીરસો.

Reviews